મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગોને પરવડે તેવા ભાવે ગેસ સપ્લાય કરવા ગુજરાત ગેસ કંપની સહમત: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા


SHARE































મોરબીના સિરામિક ઉદ્યોગોને પરવડે તેવા ભાવે ગેસ સપ્લાય કરવા ગુજરાત ગેસ કંપની સહમત: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા

મોરબીના સિરામિક ઉદ્યોગમાં એક જ ભાવથી ગેસની સપ્લાઈ કરવામાં આવે તો જ અહીના ઉદ્યોગકારોના કારખાના ફરી પાછા શરૂ થઈ શકે તેમ છે જેથી કરીને ગુજરાત ગેસ કંપનીના અધિકારી સાથે મોરબી સિરામિક એસો.ના પ્રમુખ સહિતના આગેવાનોની તાજેતરમાં એક મહત્વ પૂર્ણ બેઠક યોજાઇ હતી. જેમાં વર્તમાન સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસની વિપરીત પરિસ્થિતિ હોવા છતાં પણ મોરબીના સિરામિક ઉદ્યોગોને પરવડે તેવા ભાવે ગેસ સપ્લાય કરવા બાબતે સહમતિ સધાઈ છે તેવી માહિતી સિરામિક એસો.ના પ્રમુખ પાસેથી જાણવા મળેલ છે.

 

ગાંધીનગર ખાતે ગુજરાત ગેસ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી અવંતિકા મેડમ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, માજી પ્રમુખ નિલેષ જેતપરીયા, પરેશભાઈ કુંડારીયા, ગૌતમભાઈ કાંજીયા સહિતના હોદ્દેદારોની હાજરીમાં એક મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં આવનારા સમયમાં સિરામિક ઉદ્યોગને ફરીથી ધમધમતો કરવા માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી અને ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગકારોને એક જ ભાવથી સસ્તો ગેસ આપવા માટેની ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસની વિપરીત પરિસ્થિતિ હોવા છતાં પણ ઉદ્યોગોને પરવડે તેવા ભાવે ગેસ સપ્લાય કરવા બાબતે સહમતિ સધાઈ છે આ મહત્વપૂર્ણ નિર્ણય માટે મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસો. વતી શ્રીમતી અવંતિકા મેડમ તથા ગુજરાત ગેસ લિમિટેડના તમામ ઉચ્ચ અધિકારીઓનો આગેવાનો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.












Latest News