હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના મોટીવાવડી ગામે વાડીની ઓરડીમાંથી 2016 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ


SHARE





મોરબીના મોટીવાવડી ગામે વાડીની ઓરડીમાંથી 2016 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ

મોરબી તાલુકાના મોટી વાવડી ગામે સીમમાં આવેલ વાડીની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસી ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 2016 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 3,74,976 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે આરોપી સ્થળ ઉપર હાજર ન હોય હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન તાલુકા પીઆઇ ને મળેલ બાતમી આધારે મોટીવાવડી ગામે વિજયસિંહ સજુભા જાડેજા ની ગુંદાવાડી સીમમાં આવેલ વાડીની ઓરડીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની 2016 બોટલો મળી આવતા પોલીસે 3,74,976 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે, પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી સ્થળ ઉપર હાજર ન હોય હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિજયસિંહ સજુભા જાડેજા રહે. મોટી વાવડી વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News