હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા મોરબી RTO માં ટુ-વ્હીલરની નવી સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારો, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ મોરબી ગાયત્રી પરિવાર દ્વારા માનસર ગામે પર્યાવરણ સંવર્ધન મહાઅભિયાન-મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના કણકોટ ગામે ગેરકાયદે ખનીજ ચોરી કરતા શખ્સો ઉપર એલસીબીની રેડ: 55 લાખની મુદ્દામાલ કબજે


SHARE







વાંકાનેરના કણકોટ ગામે ગેરકાયદે ખનીજ ચોરી કરતા શખ્સો ઉપર એલસીબીની રેડ: 55 લાખની મુદ્દામાલ કબજે

વાંકાનેર તાલુકાના કણકોટ ગામના સીમ વિસ્તારમાં બિલેશ્વર મહાદેવ મંદિર પાસે સરકારી જમીનમાં ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હોવાની હકીકત આધારે એલસીબી ની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી એક જેસીબી અને એક ડમ્પર મળી આવ્યું હતું જેથી પોલીસે 55 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ખાણ ખનીજ વિભાગની ટીમે દંડ વસૂલવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં ખનીજ ચોરો ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે દરમિયાન મોરબી જિલ્લામાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટરને સાથે રાખીને વાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમમાં બિલેશ્વર મહાદેવ મંદિર પાસે સરકારી જમીનમાં ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હતું ત્યાં રેડ કરવામાં આવી હતી અને ત્યારે ત્યાં સ્થળ ઉપર સરકારી જમીનમાંથી ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ કરતા બે વાહન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે જેસીબી નંબર જીજે 36 એસ 2246 જેની કિંમત 30 લાખ રૂપિયા તથા ડમ્પર નંબર જીજે 2 એક્સ એક્સ 6442 જેની કિંમત 25 લાખ રૂપિયા આમ કુલ મળીને 55 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને ગેરકાયદે ખનીજ ખનન પ્રવૃતિમાં પૃથ્વીરાજસિંહ ભગવતસિંહ ઝાલા રહે. કણકોટ અને મહેન્દ્રભાઈ કાળુભાઈ મકવાણા રહે. કણકોટ વાળાના નામ સામે આવ્યા હોય પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા દંડ વસૂલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરાય છે






Latest News