મોરબીના નીચીમાંડલ ગામે દુકાન પાસે બોલાચાલી-ઝઘડો થયા બાદ હવે સામસામે ફરિયાદ માળીયા (મી)ના મણાબા ફિડરમાંથી ચાલુ લાઇન કટ કરીને 1560 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી મોરબીના મકનસર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: મોટા દહીસરા પાસે હાર્ટ એટેકથી યુવાનનું મોત મોરબીમાં મિત્રે સાચવવા માટે દેશી કટ્ટામાંથી ફાયરિંગ થતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં હળવદના કોયબા ગામે જુગાર રમતા 5 શખ્સ 14,200 ની રોકડ સાથે ઝડપાયા માળીયા (મી)ના નવાગામ વાંઢ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 430 લિટર દારૂ-1400 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ


SHARE











મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ

આજે 80 માં સ્વાતંત્ર્ય પર્વ અન્વયે મોરબી જિલ્લા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ માળિયા (મિ)ના મોટા દહીસરા ગામે દેશભક્તિસભર માહોલમાં યોજાયો હતો. જ્યાં જિલ્લાના પ્રભારી તથા ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ રાષ્ટ્રધ્વજને ખુલ્લા આકાશમાં લહેરાવ્યો હતો ત્યાર બાદ પદાધિકારીઓ, અધિકારીઓ અને વિદ્યાર્થીઓએ તિરંગાને સલામી આપી હતી

 મોરબી જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહમાં પોલીસ પરેડ, સાંસ્ક્રુતિક વિગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ધ્વજવંદન બાદ જિલ્લાના લોકોને સંબોધતા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાએ દેશ માટે શહીદ થનાર વીરો અને મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેમણે શ્રીમદ્ રાજચંદ્રજીની પાવન ભૂમિ અને વિશ્વભરમાં 'સિરામિક સિટી' તરીકે ઓળખાતા મોરબીના ખુમારી અને ઉદ્યોગ સાહસિકતાના વારસાને બિરદાવ્યો હતો અને મોરબીને વિકસિત ભારતનું ગ્રોથ એન્જિન જણાવ્યું હતું. આ તકે મંત્રીએ ડબલ એન્જિન સરકારના જનકલ્યાણકારી અભિગમથી મોરબીમાં શિક્ષણ, આરોગ્ય, માળખાકીય સુવિધાઓ અને ઉદ્યોગોનો અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે. તેમણે 'વિકસિત ભારત @ 2047' ના સંકલ્પને સાકાર કરવા દરેક નાગરિકને સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક સમરસતા થકી રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. આજે તિરંગાને સલામી બાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. અને અંતમાં મંત્રીના હસ્તે કલેક્ટર સ્વપ્નિલ ખરેને માળિયા તાલુકાના વિકાસ અર્થે 25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન મનીષ કાંજીયા, ડીડીઓ વિદ્યાસાગર, એસપી મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડૉ. સુનિલકુમાર બેરવાલ, આરએસસી એસ.જે. ખાચર, ડીઆરડીએ નિયામક નવલદાન ગઢવી સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




Latest News