મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીના ધુનડા રોડ ઉપર અકસ્માત : ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટ ખસેડાયો મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ સહિતની નવી કારોબારીની ટીમ જાહેર કરાઈ તેરા તુજકો અર્પણ: મોરબીમાં શેરબજારના નામે કરાયેલ ફ્રોડમાં રિકવર કરેલ 61 લાખ મૂળ મલીકને પરત કર્યા મોરબી જીલ્લા કક્ષાના રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો મોરબી જલારામ ધામ ખાતે કાથરાણી પરિવારના સહયોગથી યોજાશે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મોરબીમાં જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન: હળવદમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાશે મોરબી જિલ્લાના હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોને બાળમજૂરી પ્રથા નાબૂદી વિશેષ જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો


SHARE









મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો

માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સની પાસા દરખાસ્ત મુકવામાં આવી હતી જેને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવતા એલસીબીની ટીમ દ્વારા રાજસ્થાન ખાતેથી આરોપીને પકડીને સાબરમતી જેલ હવાલે કરવામાં આવેલ છે અને આ આરોપી છેલ્લા છ મહિનાથી રાજસ્થાનમાં કરોડો રૂપિયાના દારૂની હેરાફેરીના ગુનામાં મોસ્ટ વોન્ટેડ હોય આ અંગેની રાજસ્થાન પોલીસને જાણ કરવામાં આવી છે

મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકા વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલ બુટલેગર પ્રકાશ મોહનલાલ લોલની પાસા દરખાસ્ત મુકવામાં આવી હતી અને આ પાસા દરખાસ્તને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવતા આરોપીને પકડવા માટે થઈને એલસીબીની ટીમ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી હતી અને ચોક્કસ બાતમી આધારે રાજસ્થાનના જાલોર જિલ્લાના સાચોર ખાતે રહેતા આરોપી પ્રકાશ મોહનલાલ લોલ (32) રહે સાચોર રમેશ કોલોની તાલુકો સાચોર જિલ્લો જાલોર વાળાને હસ્તગત કરીને મોરબી જિલ્લા એલસીબી કચેરી ખાતે લઈ આવવામાં આવેલ છે અને ત્યારબાદ તેને પાસા હેઠળ ડીટેન કરીને અમદાવાદ ખાતે સાબરમતી મધ્યસ્થ જેલ હવાલે કરવામાં  આવેલ છે વધુમાં પોલીસ પાસેથી મળતી મુજબ પ્રમાણે રાજસ્થાનના બિકાનેર જિલ્લાના નાપાસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇંગ્લીશ દારૂની 18,596 બોટલના જથ્થાની હેરાફેરીના ગુનામાં છેલ્લા છ એક મહિનાથી આ આરોપી મોસ્ટ વોન્ટેડ હતો અને તેને હાલમાં પાસા હેઠળ પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે જેથી આ અંગેની રાજસ્થાન પોલીસને પણ જાણ કરવામાં આવી છે. આ કામગીરી મોરબી જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એસ.પી. જાડેજાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી




Latest News