મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા


SHARE







મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા

મોરબીમાં સીરામીક એમ્પાયર કોમ્પલેક્ષ, હળવદના ભવાનીનગર અને માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામે જુગારની જુદીજુદી 3 રેડ કરી હતો જેમાં કુલ મળીને 9 શખ્સ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની રોકડ સાથે ધરપકડ કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર જુગાર રમતા ચંદુભાઈ વિઠ્ઠલભાઈ વિકાણી (43) રહે સિદ્ધિવિનાયક સોસાયટી હળવદ, રમેશભાઈ બચુભાઈ સોલંકી (55) રહે. માર્કેટ યાર્ડ ગેટ નં-4 સામે દુકાનમાં હળવદ અને રમેશભાઈ જાદવજીભાઈ ખાંભડીયા (55) રહે. ભવાનીનગર હળવદ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 10,200 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ સીરામીક એમ્પાયર કોમ્પલેક્ષમાં કેવલભાઈ કાલરીયાની કબજા વાળી દુકાન નં. 305 માં બહારથી માણસો બોલાવીને જુગાર રમવા માટેની સગવડ પૂરી પાડવામાં આવતી હતી ત્યાં જુગારની રેકરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કેવલભાઈ ધર્મેન્દ્રભાઈ કાલરીયા (22) રહે. જીવાપર (ચ), મેહુલભાઈ ધનસુખભાઈ વામજા (31) રહે. ક્રાંતિ જ્યોત રેસીડેન્સી મહેન્દ્રનગર તથા સુધીરભાઈ હર્ષદભાઈ બાવરવા (28) રહે. કુબેરનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 25,100 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે,

માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામે શક્તિ પ્લોટ કોળી વાસમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા રણછોડભાઈ પરસોત્તમભાઈ સનુરા (40), બીજલભાઇ કાનજીભાઈ સુરાણી (54) અને મુકેશભાઈ નવીનભાઈ ઠાકોર (38) રહે. બધા જૂના ઘાટીલા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 6400 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન સાથે ગુનો નોંધાયો છે






Latest News