મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડિચ હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું


SHARE







મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ આદિત્ય એપાર્ટમેન્ટના આઠમા માળ ઉપરથી યુવાને નીચે ઝંપલાવ્યું હતું જેથી ગંભીર ઇજા થવાના લીધે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

મૂળ એમપીના જબલપુરનો રહેવાસી અને હાલમાં મોરબીની લીલાપર ચોકડી પાસે રહેતા નિલેશ રાજેશભાઈ બર્મન (21) નામનો યુવાને મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ એવન્યુ સોસાયટીમાં આદિત્ય એપાર્ટમેન્ટના આઠમા માળ ઉપરથી નીચે ઝંપલાવ્યું હતું જેથી ગંભીર ઇજા થવાના લીધે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન  પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાને ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું હતું તે દિશામાં તપાસ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના ખાટકીવાસમાં રહેતો યસ પોલાભાઈ ટોટા (18) નામનો યુવાન નગર દરવાજા ચોક પાસેથી બાઈકમાં જતો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ભક્તિનગરમાં રહેતો અલ્પેશ શાંતિલાલ (32) નામનો યુવાન અયોધ્યાપુરી મેઇન રોડ ઉપરથી પસાર થયો હતો ત્યારે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતાં 108 મારફતે તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના ઘુનડા ગામે રહેતા ભીમસિંગ કડિયાભાઈ ધુડા (45) નામના યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરી છે

મારા મારીમાં ઇજા

વાંકાનેરના સિંધાવદર ગામે રહેતા વિજયભાઈ રઘુભાઈ (45)ને મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News