મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડિચ હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત


SHARE







મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત

મોરબીના ઘુનડા રોડ ઉપર આવેલ ગાયત્રી સ્ટોન ખાતે રહેતી મહિલા, મોરબીના દલવાડી સર્કલ પાસે રહેતા આધેડ અને વાંકાનેરમાં આવેલ આંબેડકરનગરમાં રહેતા યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજયું છે જે બનાવોની સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે જુદાજુદા બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના ઘૂનડા રોડ ઉપર આવેલ ગાયત્રી સ્ટોન ખાતે રહેતા સુકલીબેન નંદાભાઈ (40) નામની મહિલાને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે મહિલાને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને હાર્ટ એટેકથી મહિલાનું મોત નીપજયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જ્યારે મોરબીમાં દલવાડી સર્કલ પાસે રહેતા પ્રવીણભાઈ રવજીભાઈ સોનાગ્રા (56) નામના આધેડને છાતીમાં દુખાવો ઉપડ્યો હોય તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આધેડનું હાર્ટ એટેકથી મોત નીપજયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. તો વાંકાનેરમાં આવેલ આંબેડકરનગરમાં રહેતા અશોકભાઈ અમુભાઈ સીતાપરા (44) વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે આવેલ ભારત પેટ્રોલ પંપની ઓફિસમાં હતા ત્યારે ત્યાં તેઓને હાર્ટ એટેક આવી જવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકાર હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મારુતિનંદન સોસાયટીમાં રહેતા રમેશભાઈ ચાવડાની સાત વર્ષની દીકરી સિયાબેન રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે કારના ટાયર નીચે તેનો પગ આવી જવાના કારણે અકસ્માત થયો હતો આ બનાવમાં બાળકીને પગમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસની જાણ કરવામાં આવી છે

માર માર્યો

માળીયા મીયાણા ખાતે રહેતા પરેશભાઈ કેતનભાઇ શિંગાળા (26) નામના યુવાનને સોખડા ગામના પાટીયાથી આગળ ભીમસર બ્રિજ નજીક પાંચ થી છ શખ્સો દ્વારા પથ્થર અને બેલ્ટ વડે માર મારવામાં આવતા ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News