મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ


SHARE









મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ

મોરબી જેલ રોડ પાસે આવેલી પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં ધો. ૩થી ૮ માં ૧૪૭ વિદ્યાર્થીઓમાંથી બાળસંસદના ઉમેદવારોની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાંથી જુદી જુદી સમિતિ બનાવમાં આવી હતી આમ મોક ઇલેક્શન દ્વારા બાળકોને લોકશાહીના પાઠ ભણાવવામાં આવ્યા હતા ખાસ કરીને સામાજિક વિજ્ઞાનના શિક્ષક હિતેશભાઈ બરાસરાના માર્ગદર્શન હેઠળ તમામ સ્ટાફના સહકારથી આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ રસપૂર્વક ભાગ લઈ ઉમેદવારી નોંધાવી હતી. તમામ સાધનિક કાગળો, મતકુટીર, મતદાર યાદી, સાહિત્ય  બાળકોએ અગાઉ તૈયાર કર્યું  હતું. અને બાળકોએ ચૂંટણી અધિકારી બની આખી પ્રક્રિયા પ્રાયોગિક રીતે સમજી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મતદાન કર્યું હતું. અને ઉત્તમ નાગરિકના ઘડતર માટે તથા નવી શિક્ષણનીતિ મુજબ આ પ્રવૃત્તિ ખૂબ ઉપયોગી બની રહેશે. તેવું લાગણી વ્યક્ત કરી હતી આ તકે શાળાના આચાર્ય ડેનિશભાઈ  કાનાબાર તથા સીઆરસી કૉરર્ડિનેટર શૈલેષભાઈ કાલરીયા ત્યાં હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું.




Latest News