મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ મોરબીમાં બેફામ ગતિએ સ્કોર્પિયો દોડાવનારા શખ્સની સામે ગુનો નોંધાયો: ગાડી કબ્જે કરીને આરોપીની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વાર નવરાત્રિ નિમિતે રંગ રાત્રી મહોત્સવ યોજાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું


SHARE









મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું

ભારતીય મજબૂર સંઘ સાથે જોડાયેલા વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નોને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને તેમાં ખાસ કરીને આશા અને આશા ફેસીલેટર બહેનોનું કામ કાયમી પ્રકારનું હોય તેઓને આરોગ્ય વિભાગમાં કાયમી કરવા, લઘુતમ વેતન આપવું, અગાઉ બહેનોએ ઓનલાઇન અને ઓફલાઈન કામગીરી કરી છે તે કામના વળતરનું ચૂકવણું હજુ સુધી કરવામાં આવ્યું નથી. તાત્કાલિક આપવામાં આવે, તાત્કાલિક ધોરણે 5જી સ્માર્ટ ફોન આપવામાં આવે તે સહિતની માંગણી કરવામાં આવેલ છે તેમજ આંગણવાડી વર્કર અને હેલ્પરના લઘુત્તમ વેતન સહિતના જે પ્રશ્નો છે તેના માટે રજૂઆત કરી છે અને બાંધકામ ક્ષેત્રના શ્રમિકો તેમજ મધ્યાન ભોજન યોજનાના શ્રમિકોની જે વિવિધ માંગણીઓ છે તેને લઈને રજૂઆતો કરવામાં આવી હતી અને જુદા જુદા વિભાગના શ્રમિકોના જે પડતર પ્રશ્નો છે તેનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે મોરબી જિલ્લા ભારતીય મજદૂર સંઘના પ્રમુખ ડી.એન.ઝાલા, ગુજરાત પ્રદેશ મંત્રી સમીરભાઈ જોશી તથા મોરબી જિલ્લાના મંત્રી પ્રણવભાઈ નવીનભાઈ ઠાકર સહિતના હાજર રહ્યા હતા




Latest News