મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું


SHARE







મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કેરળમાં વીર સાવરકર વિશે ક્વિઝમાં પ્રશ્ન પૂછ્યા બાદ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં પ્રશ્ન પૂછવા બાબતે સસ્પેન્શન રદ કરવા મોરબી જિલ્લામાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે કેરળના કાસરગોડ જિલ્લાના કુંબલા સબ-ડિસ્ટ્રિક્ટમાં આયોજિત શાળાકીય સોશિયલ સાયન્સ ફ્રીડમ ક્વિઝમાં સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવતાં શિક્ષક ગુરુ પ્રસાદના નિલંબનની સખત નિંદા કરી છે અને તેમનું નિલંબન તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરી છે. વીર સાવરકર ભારતીય સ્વાતંત્ર્ય આંદોલનનું મહત્વપૂર્ણ ઐતિહાસિક વ્યક્તિત્વ છે. તેમનું ક્રાંતિકારી જીવન, બ્રિટિશ શાસન દ્વારા આપવામાં આવેલી સજા તથા અંદમાનની સેલ્યુલર જેલમાં તેમનો કારાવાસ આ બધું ઇતિહાસના અભ્યાસનો સ્વાભાવિક ભાગ છે. તેમના વિચારો સાથે સહમત કે અસહમત થઈ શકાય છે, પરંતુ સાવરકર વિશે પ્રશ્ન પૂછવો ન તો અપરાધ છે, ન શિસ્તભંગ છે અને ન કોઈ રાજકીય વિચારધારાનો પ્રચાર છે. આવા પ્રશ્નના આધારે શિક્ષકને નિલંબિત કરવો યોગ્ય કાર્યવાહી નથી.
 

ભારતનું સ્વાતંત્ર્ય આંદોલન કોઈ એક પક્ષ કે વિચારધારાની સંપત્તિ નથી. ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સરદાર પટેલ, તિલક, શ્રી અરવિંદ, સાવરકર સહિત અસંખ્ય રાષ્ટ્રભક્તોના યોગદાનથી ભારતની રાષ્ટ્રીય ગાથા રચાઈ છે. પ્રશ્નાવલી સંબંધિત ઉપજિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ અને મંજૂરી બાદ શાળાઓમાં મોકલવામાં આવી હતી, તો કોઈ ભૂલ માટે માત્ર પ્રશ્ન તૈયાર કરનાર શિક્ષકને જવાબદાર ઠેરવવો યોગ્ય નથી. પ્રશ્નની તૈયારી, તેના સ્ત્રોત, તપાસ અને મંજૂરીની સમગ્ર પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. તપાસ પૂર્ણ થાય તે પહેલાં નિલંબન જેવી કાર્યવાહી શિક્ષક સમુદાયમાં ભય અને આત્મ-સેન્સરશિપનું વાતાવરણ ઊભું કરી શકે છે. કોઈ ઐતિહાસિક વ્યક્તિત્વ સંબંધિત પ્રશ્નને લઈને શિક્ષકનું નિલંબન સ્પષ્ટ વૈચારિક અને રાજકીય પૂર્વગ્રહનો સંકેત આપે છે. શિક્ષણને રાજકીય દબાણનું માધ્યમ બનાવવું જોઈએ નહીં. શિક્ષકની જવાબદારી વિદ્યાર્થીઓને પ્રશ્ન કરવા, તર્ક કરવા, પુરાવાઓની તપાસ કરવા અને વિવિધ દૃષ્ટિકોણોને સમજવા માટે સક્ષમ બનાવવાની છે.

સ્વતંત્ર ભારતમાં વિવિધ સરકારો અને રાજકીય વિચારધારાઓ દ્વારા સાવરકરને જાહેર રીતે ઐતિહાસિક વ્યક્તિત્વ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. પોર્ટ બ્લેરના હવાઈમથકનું નામ વીર સાવરકરના નામ પરથી રાખવામાં આવ્યું છે, શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા તેમના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી તેમજ સંસદ ભવનમાં તેમનું ચિત્ર સ્થાપિત કરવામાં આવ્યું છે. ત્યારે શાળાકીય ક્વિઝમાં સાવરકરનું નામ આવી જવું ગંભીર શૈક્ષણિક અપરાધ કેવી રીતે બની ગયું? તે વિચારવા જેવી બાબત છે. મહાસંઘે જણાવ્યું કે મહત્વપૂર્ણ વ્યક્તિત્વોને ઇતિહાસમાંથી દૂર કરવાને બદલે તથ્યો, પુરાવાઓ અને ઐતિહાસિક સંદર્ભના આધારે તેમનો વિવેચનાત્મક અભ્યાસ કરાવવામાં આવવો જોઈએ. ઇતિહાસને રાજકીય ચશ્માથી જોવો જોઈએ નહીં અને શિક્ષણને વૈચારિક દબાણથી મુક્ત રાખવું જોઈએ.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે શિક્ષક શ્રી ગુરુ પ્રસાદનું નિલંબન તાત્કાલિક અને અવિલંબ પરત ખેંચીને તેમને સેવામાં પુનઃસ્થાપિત કરવાની તથા સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. મહાસંઘે શિક્ષકોની શૈક્ષણિક સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ગૌરવનું રક્ષણ સુનિશ્ચિત કરવાની પણ માંગ કરી છે. આ સંદર્ભમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત દ્વારા ગુજરાત રાજ્ય ના તમામ જિલ્લા એકમો દ્વારા આ ઘટનાનો વિરોધ દર્શાવવા માટે આજ રોજ ગુજરાત રાજ્યના તમામ જિલ્લા મથકો ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી દેશના વડાપ્રધાનશ્રી, કેન્દ્રીય શિક્ષણ પ્રધાન અને કેરલમ્ રાજ્યના રાજ્યપાલને આવેદનપત્ર પહોંચાડવામાં માટે અનુરોધ કરવામાં આવેલ છે.






Latest News