મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

જીવ રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ


SHARE









જીવ રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે શહેરના શ્રમજીવી અને પછાત વિસ્તારોમાં વસતા ૨૦૦૦થી વધુ જરૂરિયાતમંદ લોકોને દૂધપાક સાથે ભોજન કરાવવામાં આવ્યું હતું અને શિવની ખરા અર્થમાં આરાધના કરી હતી. અને જીવ રાજી તો શિવ રાજીનો સંદેશ લોકોએ આપ્યો હતો.

શ્રાવણ માસ મહાદેવની આરાધના અને ભક્તિનો પવિત્ર સમય માનવામાં આવે છે. ત્યારે પહેલા સોમવારે યંગ ઇન્ડિયા ગ્રુપે દૂધપાક પૂરી શાકાનું ભોજન જરૂરિયાતમંદ લોકોને કરાવ્યુ હતું અને તેઓની જઠરાગ્નિ ઠરી હતી. ખાસ કરીને યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક ડૉ. દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે ભગવાનને દૂધ અર્પણ કરવાની પોતાની ધાર્મિક પરંપરા છે, પરંતુ એ જ દૂધમાંથી બનેલું પૌષ્ટિક ભોજન જ્યારે કોઈ ભૂખ્યા બાળક, વડીલ કે જરૂરિયાતમંદના પેટમાં જાય છે ત્યારે તેમની ભૂખ શમે છે. કોઈ ભૂખ્યા જીવની ક્ષુધા તૃપ્ત કરવી એ પણ શિવની આરાધનાનું જ જીવંત સ્વરૂપ છે. ઉલેખનીય છે કે, યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા છેલ્લા 18 વર્ષથી શ્રાવણ માસના દરેક સોમવારે આ રીતે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવામાં આવે છે. ત્યારે શ્રાવણના પ્રથમ સોમવારે ‘જીવ રાજી તો શિવ આપોઆપ રાજી’ નો સંદેશ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આપવામાં આવેલ છે.




Latest News