વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત


SHARE









મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત

મોરબીના મહાસંઘ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં વેકેશન અને જાહેર રજાના દિવસો દરમ્યાન કરેલ વસ્તી ગણતરીની કામગીરીનું વળતર અને પ્રાપ્ત રજા મંજૂર કરવા મેયરને રજુઆત કરવામાં આવી છે.

મોરબી મહાપાલિકા વિસ્તારમાં વેકેશન દરમ્યાન વેકેશનમાં તાલિમ લઈ શિક્ષકોએ ડોર ટૂ ડોર ફરી વસ્તી ગણતરી કરેલ હોય ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક: બમશ/૧૩૦૭/૩૯૨૨/ગ સચિવાલય, ગાંધીનગરના ઠરાવ અન્વયે વેકેશન ધરાવતા શિક્ષકોને વેકેશનમાં અને જાહેર રજાના દિવસોમાં વસ્તી ગણતરી, મતદારયાદી કામગીરીની મુલકી સેવા નિયમ-૯ પ્રમાણે વળતર/ પ્રાપ્ત રજા મળવા પાત્ર હોય છે, એ મુજબ મોરબી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં અને અન્ય નગરપાલિકા વિસ્તારોમાં વસ્તી ગણતરી કરેલ શિક્ષકોની વળતર અને પ્રાપ્ત રજાના હુકમ થઈ ગયા છે પણ મોરબી મહાપાલિકા વિસ્તારમાં સાતસો જેટલા શિક્ષકોએ ખૂબ મોટા વિસ્તારમાં વસ્તી ગણતરીનું કપરું કામ કરેલ છે પણ એમને મળવા પાત્ર રજાનો હુકમ થયેલ ન હોય મોરબી શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓ મેયર ઉત્તમભાઈ સુરાણી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા અને ડે. કમિશ્નર સંજયભાઈ સોની વગેરેને મળ્યા હતા અને સરકારના વખતોવખત ઠરાવો,પરિપત્રો અને જોગવાઈઓ રજૂ કરી રજા મંજૂર કરવા માટે રજુઆત કરેલ છે,




Latest News