મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં દીકરીને આપેલા રૂપિયા બાબતે પત્ની સાથ ઝઘડો કરીને માથામાં હથોડાથી માર મારતા મહિલાનું મોત: હત્યારો પતિ ફરાર


SHARE









મોરબીમાં દીકરીને આપેલા રૂપિયા બાબતે પત્ની સાથ ઝઘડો કરીને માથામાં હથોડાથી માર મારતા મહિલાનું મોત: હત્યારો પતિ ફરાર

મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા મહિલાએ તેની દીકરીને ડીલેવરી સમયે 5000 રૂપિયા આપ્યા હતા જે બાબતે પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો ત્યારે પતિએ ઉશ્કેરટમાં આવીને પત્નીને માથાના ભાગે લોખંડના હથોડાથી માર માર્યો હતો જેથી તેને માથા અને નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને તે મહિલાને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા મહિલાનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ હત્યાના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના દીકરાની ફરિયાદ લઈને તેના પિતાની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર ભડિયાદ ગામ પાસે આવેલ આધ્યાશક્તિ પેપર મીલના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા વિનોદભાઈ ભુરાભાઈ કટારા (31)એ તેના પિતા ભુરાભાઈ બુધાભાઈ કટારા રહે. પાડવા કાચલા ફળિયુ તાલુકો રાણાપુર જિલ્લો જાંબુવા મધ્યપ્રદેશ વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓની બહેન સુનિતાને ડીલેવરી સમયે ફરિયાદીના માતા શાંતાબેન દ્વારા 5000 રૂપિયા આપવામાં આવ્યા હતા તે રૂપિયા બાબતે ફરિયાદીના પિતા અને માતા વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો અને ત્યારે ઉશ્કેરાટમાં આવીને ફરિયાદીના માતાને આરોપીએ લોખંડના હથોડાથી માર માર્યો હતો જેથી ગંભીર ઇજા થવાના કારણે ફરિયાદીની માતાનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ ફરિયાદીના પિતા ઘટના સ્થળેથી નાસી ગયેલ હોય આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને ફરિયાદીના પિતાને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News