મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો


SHARE









મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો

મોરબીના શાપર ગામની સીમમાં આવેલ લોર્ડ્સ માઈક્રોન કારખાનામાં માતાની પાસે બાળક રમતો હતો ત્યારે ડમ્પરના ચાલકે પાછળ જોયા વગર વાહનને રિવર્સમાં લીધું હતું અને બાળકને હડફેટ લેતા તેને માથા તથા શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી બાળકનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક બાળકની માતાની ફરિયાદ લઈને પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને તેને પકડીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના સાપર થી ગાળા ગામના રોડ ઉપર આવેલ લોર્ડ્સ માઇક્રોન કારખાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ટ્વિંકલબેન રાજેશભાઈ બિલવાલ (22)એ હાલમાં ડમ્પરના ચાલક દીપકભાઈ લખમણભાઇ ઇન્દરીયા રહે. જાંબુડીયા શક્તિપરા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના પતિ અને પિતા બંને વતનમાં ગયા હતા અને અહી તેઓના માતા તેમજ જેઠ સહિતના પરિવારજનો હતા દરમ્યાન લોર્ડ્સ માઇક્રોન કારખાનામાં આરો પ્લાન્ટ પાસે લોડિંગ પોઇન્ટ સામેના ભાગમાં ફરિયાદી મહિલા તેના બે વર્ષના દીકરા કાળુ રાજેશભાઈ બીલવાલ સાથે બેઠેલ હતી અને ત્યારે આરોપીએ પોતાનું ડમ્પર નંબર જીજે 23 એડબલ્યુ 7490 પાછળ જોયા વગર રિવર્સમાં લીધું હતું અને ફરિયાદીના બાળકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં બાળકને માથામાં તથા શરીરે ગંભીર ઈજા થઈ હોવાના કારણે તે બાળકનું મોત થયું હતું ત્યારબાદ આ બનાવ સંદર્ભે મહિલાએ નોંધાવેલ ફરીયાદ આધારે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપી દીપકભાઈ લખમણભાઇ ઈન્દરીયા (45) રહે. જાંબુડીયા વાળાને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી 




Latest News