મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો


SHARE









મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો

મોરબીમાં સિરામિક સીટી પાસે આવેલ ઉમિયાનગર વિસ્તારમાં દંપતી સાથે માથાકૂટ કરીને ઝપાઝપી કરનાર મહિલા પાસેથી દંપતીને છોડાવવા વચ્ચે મહિલા પડી હતી તેને ધ ક્કો મારીને નીચે પછાડી દીધી હતી અને ત્યાર બાદ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવી હતી જેથી મહિલા દ્વારા હાલમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં સીરામીક સીટી પાસે આવેલ ઉમિયાનગરમાં હનુમાન મંદિર પાસે રહેતા અમૃતબેન રામજીભાઈ વાઘેલા (59)એ હાલમાં ગીતાબેન રાજપૂત રહે. ગ્રીન ચોક મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ઉમિયાનગરમાં ફરિયાદીના ઘર પાસે તેઓના ભાડૂઆત જીગ્નેશભાઈ સાથે આરોપી ગીતાબેન ઝઘડો કરતા હતા અને જીગ્નેશભાઈના પત્ની દીપાબેન વચ્ચે છોડાવવા પડ્યા તો તેની સાથે ઝપાઝપી કરીને મુંઢ ઇજાઓ કરી હતી જેથી ફરિયાદી જીજ્ઞેશભાઈના પત્નીને છોડાવવા માટે તેને વચ્ચે પડતા તેની સાથે આરોપીએ ઝઘડો કરીને તેઓને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા અને ધક્કો મારીને નીચે પછાડી દીધા હતા જેથી ભોગ બનેલ મહિલાએ હાલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News