મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો

ભારતીય યુવા મંચ દ્વારા મોરબીના શનાળા રોડ ઉપર જીઆઈડીસી પાસે આવેલ સ્વામિનારાયણ સંસ્કારધામ ખાતે યુવા મંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવા વક્તાઓ દ્વારા વિવિધ વક્તવ્ય આપ્યા હતા તેમાં વિસ્મય ત્રિવેદી (ઈસ મીટ્ટીસે તિલક કરો યે ધરતી હૈ બલિદાન કી), વિધિ પંડ્યા (રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોનું યોગદાન), રાહુલ જીંજુવાડિયા (પર્યાવરણ અંગેનો ભારતીય દ્રષ્ટીકોણ), દિશા ધામેચા (ચારિત્ર્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ), બંસી મિરાણી (શસ્ત્ર અને શાસ્ત્રનો સમન્વય : ભારતીય શક્તિ), ભવ્ય બોપલિયા (રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોનું યોગદાન), મુગ્ધરાજસિંહ ઝાલા (દેશ હમે દેતા હૈ સબકુછ હમ ભી તો કુછ દેના શીખે), અંશ ચાવડા (રાષ્ટ્રનિર્માણમાં મહિલાઓનું યોગદાન), જીજ્ઞેશ બારૈયા (સંસ્કાર અને સંસ્કૃતિ જતનમાં મારુ યોગદાન ), દિશા સુરાણી સ્વભાષા, સ્વભૂષા, સ્વદેશી) અને અવની વાઢેર (અહલ્યાબાઈ હોલક)એ વક્તવ્ય આપ્યું હતું અને આ તકે ડો.જયંતીભાઈ ભાડેશીયાએ પોતાના પ્રસંગોચિત ઉદબોધનમાં  ભારતીય યુવા મંચ દ્વારા કરવામાં આવેલ સ્તૃત્ય આયોજન બદલ આયોજકો અને ભાગ લેનાર તમામ યુવા ટીમને અભિનંદન આપીને "સાંપ્રત સમય અને  યુવા પેઢી" અંગે પોતાના  વિચારો વ્યક્ત કરેલ હતા




Latest News