મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી


SHARE









ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી

ટંકારાના ઘુનડા ગામની સીમમાં આવેલ વાડીએ કૂવામાંથી પાણી ખેંચવા માટે મોટરમાં પટ્ટી કેબલ કોપર વાયરને ફીટ કરવામાં આવ્યો હતો તે 340 ફૂટ કેબલ વાયર જેનો કુલ વજન 40 કિલો અને કિંમત 12000 રૂપિયા થાય છે તેની અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં ભોગ બનેલ ખેડૂત દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામે રહેતા રમેશભાઈ ચતુરભાઈ ફુલતરીયા (58)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ આપેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ઘુનડા ગામની સીમમાં અદેપરના માર્ગ બાજુ તેઓની વાડી પાસે ખુલ્લી જગ્યામાં કુવામાં રહેલ મોટરમાંથી પાણી ખેચવા માટે પટ્ટી કેબલનો કોપર વાયર ફીટ કરવામાં આવ્યો હતો જેમાંથી 340 ફૂટ જેટલો કોપર વાયર જેનો કુલ વજન 40 કિલો અને કિંમત 12,000 રૂપિયા થાય છે તે કોપર વાયરની ચોરી કરવામાં આવી છે જેથી કરીને હાલમાં ખેડૂતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સ સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News