મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ
SHARE
મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ
મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા મહિલાએ તેની દીકરીને ડીલેવરી સમયે રૂપિયા આપ્યા હતા જે બાબતે પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારે પતિએ ઉશ્કેરટમાં આવીને પત્નીને માથાના ભાગે લોખંડના હથોડાથી માર માર્યો હતો જેથી માથા અને નાકમાંથી લોહી નીકળવા લાગતા મહિલાને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાર બાદ રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે, મહિલાનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ હત્યાના આ બનાવ સંદર્ભે મૃતક મહિલાના દીકરાએ ફરિયાદ કરી હતુંજેના આધારે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આરોપી પતિને તાલુકા પોલીસે ઝડપી લીધેલ છે.
મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર ભડિયાદ ગામ પાસે આવેલ આધ્યાશક્તિ પેપર મીલના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા વિનોદભાઈ ભુરાભાઈ કટારાએ તેના પિતા ભુરાભાઈ બુધાભાઈ કટારા રહે. પાડવા કાચલા ફળિયુ તાલુકો રાણાપુર જિલ્લો જાંબુવા મધ્યપ્રદેશ વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, તેઓની બહેન સુનિતાને ડીલેવરી સમયે ફરિયાદીના માતા શાંતાબેન દ્વારા 5000 રૂપિયા આપવામાં આવ્યા હતા તે રૂપિયા બાબતે ફરિયાદીના પિતા અને માતા વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો અને ત્યારે ઉશ્કેરાટમાં આવીને ફરિયાદીના માતાને આરોપીએ લોખંડના હથોડાથી માર માર્યો હતો જેથી ગંભીર ઇજા થવાના કારણે ફરિયાદીની માતાનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ ફરિયાદીના પિતા ઘટના સ્થળેથી નાસી ગયેલ હોય આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં મોરબી તાલુકા પોલીસી ટીમ દ્વારા ભાણવડ તાલુકાના ચોખડા ગામની સીમ વિસ્તારમાંથી આરોપી ભુરાભાઈ બુધીયાભાઇ કટારાની ધરપકડ કરવામાં આવેલ છે અને આ કામગીરી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એને.એસ.ઘેટીયાની સૂચના મુજબ પીએસઆઇ પીએસઆઇ સી.એસ.સોંદરવા અને તેની ટીમ દ્વારા કરવામાં આવી હતી









