મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે


SHARE









મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે

મોરબી મહાપાલિકની સંકલન સમિતિની બેઠક આગામી તા. ૨૧/૦૮/૨૦૨૬ ના રોજ બપોરે ૦૪:૦૦ કલાકે નવી બિલ્ડિંગમાં આવેલ સભાખંડ ખાતે યોજાશે જેમાં પદાધિકારીઓ અને અધિકારીઓની હાજર રહેશે. આ બેઠકમાં મહાપાલિકાની સંકલન સમિતિમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નોની સુનાવણી તથા વિવિધ કામો અંગે સમીક્ષા હાથ ધરવામાં આવશે, તેવું સંકલન સમિતિ સભ્ય સચિવ અને મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર સંજયકુમાર સોનીની યાદીમાં જણાવાયું છે.

વધુમાં મળતી માહિતી મુજબ આ બેઠકમાં ગત મીટીંગને મિનીટસને બહાલી આપવી, તા.31/01/2026 ના રોજ થયેલ સંકલન સમિતિની બેઠકમાં રજુ થયેલ જે તે (ગ્રામ પંચાયત)ના સ્વ ભંડોળના કામો તથા 15 નાણા પંચના કામોનો (ઠરાવ નંબર નો વિગતો સહીત) પ્રગતિ અહેવાલ રજુ કરવો, અરીહંત સોસાયટીના કામ ની દરખાસ્તની વિગત રજુ કરવી, મહાપાલિકામાં સમાવિષ્ટ ગ્રામ પંચાયતોમાં સમયના એટલે કે તા.31/12/2024 પહેલાના ટેક્સમાં વ્યાજ માફી યોજના અન્વયે કરેલ કાર્યવાહીની વિગત રજૂ કરવામાં આવશે.




Latest News