મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે


SHARE









મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે

ગુજરાત રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વે (DCS)ની કામગીરી તા. ૧૬ ઓગસ્ટ ૨૦૨૬થી શરૂ કરવામાં આવી છે. આ સર્વેની કામગીરી તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી કરાશે. સર્વેની કામગીરી માટે જે તે ગામના VLE / VCE / ફાર્મર ફ્રેન્ડ તેમજ ગામના એન્ડ્રોઇડ મોબાઇલ અને મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ જાણતા વ્યક્તિઓને જોડાવા કૃષિ વિભાગ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે.

રસ ધરાવતા વ્યક્તિઓ સંબંધિત તાલુકા પંચાયતની ખેતીવાડી શાખા, તલાટી કમ-મંત્રી, ગ્રામ સેવક (ખેતી), વિસ્તરણ અધિકારી (ખેતી), ખેતી અધિકારી અથવા નાયબ ખેતી નિયામકશ્રી (વિ.) – મોરબી કચેરીનો સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકે છે.જે ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી કરાવેલ છે, તેવા ખેડૂતો પોતાના એન્ડ્રોઇડ મોબાઇલમાં પોતાની ખેતીની જમીનનો પાક સર્વે જાતે કરી શકશે. આ માટે ખેડૂતોએ પોતાના ગામના ગ્રામ સેવકશ્રીનો સંપર્ક કરવાનો રહેશે.સર્વે કામગીરી કરનાર સર્વેયરશ્રીઓને પૂર્ણ કરાયેલા દરેક સર્વે દીઠ રૂ. ૧૦/- નું મહેનતાણું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે સીધું તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.નાયબ ખેતી નિયામકશ્રી (વિ.) – મોરબી કચેરી દ્વારા મોરબી જિલ્લાના તમામ ખેડૂતો, ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ તેમજ ગ્રામજનોને એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વે (DCS)ની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે સંપૂર્ણ સહકાર આપવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)મોરબી દ્વારા અપીલ કરવામાં આવે છે.




Latest News