મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા


SHARE









મોરબી નજીક હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા

મોરબીના શનાળા ગામ પાસે રાજપર રોડ ઉપર મારુતિ હોટલ વાળી શેરીમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 43,100 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી.

મોરબીના શનાળા ગામ પાસે રાજપર રોડ ઉપર આવેલ મારુતિ હોટલ વાળી શેરીમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા તેજસભાઈ અરવિંદભાઈ દોશી (45) રહે. હવેલી શેરી ગ્રીનચોક મોરબી, નીતેશભાઇ મનહરગીરી ગોસાઈ (48) રહે. નારાયણ પાન સામે જેલ રોડ મોરબી, મધુસુદનભાઈ વિઠ્ઠલદાસ કુબાવત (66) રહે. નવા ડેલા રોડ ખાખીની જગ્યામાં મોરબી, મધુસુદનભાઈ છોટાલાલ ઠાકર (63) રહે. જેલ રોડ મોરબી, નિલેશભાઈ નાગરદાસભાઈ જોબનપુત્રા (62) રહે અરિહંત સોસાયટી મોરબી અને પ્રદીપભાઈ શાંતિલાલ રાચ્છ (63) રહે કાયાજી પ્લોટ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 43,100 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એડમિશન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે

યુવાનનું મોત નીપજયું

મોરબીના લાલપર ગામે રહેતા હરેશભાઈ મગનભાઈ સોલંકી (37) નામનો યુવાન ઘરે હતો ત્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી જેથી તેને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના પિતા મગનભાઈ રામજીભાઈ સોલંકી રહે. લાલપર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બનાવની જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે 




Latest News