મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી


SHARE









મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી

મોરબીના વનાળીયા ગામની સીમમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં પાણી લેવા માટે થઈને નદીના પટમાં રાખેલ ઈલેક્ટ્રીક મોટર તથા કેબલ વાયર અને ગામની દરગાહની બહાર રાખેલ ઈલેક્ટ્રીક મોટર તથા કેબલ વાયરની અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી 10,290 ની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વૃદ્ધે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકાના વનાળીયા ગામે રહેતા સોમવારભાઈ જુસબભાઈ સુથા (60) એ હાલમાં અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વનાળીયા ગામની સીમમાં તેઓની તથા સાહેદની ખેતીની જમીનમાં પિયત માટે થઈને નદીના પટમાં રાખેલ પાણીની મોટર તથા કેબલ વાયર તેમજ ગામની દરગાહની બહાર રાખવામાં આવેલ ઇલેક્ટ્રીક મોટર તથા કેબલ વાયર આમ કુલ મળીને 10,290 રૂપિયાની કિંમતના મુદ્દામાલની તારીખ 14/8 ની રાતથી લઈને તારીખ 15/8મી વહેલી સવાર સુધીમાં ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સ સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ઇલેક્ટ્રીક શોટ

મોરબી તાલુકાના ખાનપર ગામની સીમમાં મુકેશભાઈની વાડીએ ભરતભાઈ છગનભાઈ પરમાર (41)  નામના યુવાને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેની સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના નાગલપર ગામે રહેતા અરવિંદ ભરતભાઈ ચૌહાણ (5) નામના બાળકને ગામ પાસે બાઇક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યા તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

બે બાઇક અથડાયા
મોરબીના મકનસર પ્રેમજીનગર ખાતે રહેતા ગીરીશભાઈ ગુલાબભાઈ પારઘી (45) અને યુવરાજ ગીરીશભાઈ પારઘી (19) તથા અંકિત દેવાભાઈ (20) રહે . રફાળેશ્વર વાળાને મકનસર ગામ પાસે બે બાઈક સામસામે અથડાત સર્જેયેલ અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી ત્રણેય વ્યક્તિઓને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News