મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ


SHARE









મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ

Digital India Land Records Modernization Programme (DILRMP) અંતર્ગત મોરબી જિલ્લામાં પ્રમોલગેશન પૂર્ણ થયેલા ગામોમાં જમીન રેકોર્ડને વધુ ચોક્કસ, પારદર્શક અને અધ્યતન બનાવવા અર્થે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જમીનધારકો અને ખેડૂતો દ્વારા રજૂ કરાતી વાંધા અરજીઓ, સર્વે નંબરની ક્ષતિઓ તથા માપણી સંબંધિત પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ અર્થે તબક્કાવાર ગામે-ગામે ખાસ કેમ્પ યોજાશે.

આ અભિયાન હેઠળ મોરબી, ટંકારા અને હળવદ તાલુકાના કુલ ૧૧ ગામોને આવરી લેવામાં આવ્યા છે. જે અંતર્ગત મોરબી તાલુકાના રાજપર (કું) અને ઝીંઝુડા ગામે તા. ૨૪ અને ૨૫ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન ટંકારા તાલુકાના ખાખરા અને ગજડી ગામે તા. ૨૮ અને ૨૯ ઓગસ્ટ, ૨૦૨૬, દેવળીયા અને ધ્રોળીયા ગામે તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૬ થી ૦૧ જાન્યુઆરી, ૨૦૨૭ તથા રાજાવડ અને સખપર ગામે તા. ૦૧ અને ૦૨ માર્ચ  ૨૦૨૭ દરમિયાન કેમ્પ યોજાશે. આ ઉપરાંત હળવદ તાલુકાના જુના અમરાપર અને પલાસણ ગામે તા. ૨૯ અને ૩૦ એપ્રિલ, ૨૦૨૭ તેમજ રાયધ્રા ગામે તા. ૨૮ અને ૨૯ જૂન, ૨૦૨૭ દરમિયાન ખાસ કેમ્પ હાથ ધરાશે. કેમ્પ દરમિયાન અરજીઓ સ્વીકાર્યા બાદ સ્થળ માપણી અને હકસારીની કાર્યવાહી પૂર્ણ કરી નિયમાનુસાર સુધારા હુકમ કરવામાં આવશે. સંબંધિત ગામોના તમામ ખેડૂતોને પોતાના જમીન રેકોર્ડની ક્ષતિ નિવારણ અર્થે જરૂરી આધાર-પુરાવા સાથે નિયત સમયમર્યાદામાં આ કેમ્પનો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.




Latest News