મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી


SHARE





મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી

મોરબી જિલ્લાના પૌરાણિક જડેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના બીજા રવિવાર અને સોમવારને અનુલક્ષીને તા. ૨૨ થી ૨૪ સુધી (કુલ ૩ દિવસ) લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી લજાઈ ચોકડીથી વાંકાનેર જતા સ્ટેટ હાઈવે પર જી.આઈ.ડી.સી. આવેલ હોવાથી ભારે વાહનોની વધુ અવરજવરના કારણે મેળા દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા તા. ૨૨ ના રોજ સવારે ૭:૦૦ વાગ્યાથી તા. ૨૪ ના રાત્રે ૨૪:૦૦ વાગ્યા સુધી જાહેરનામું બહાર પાડી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જાહેરનામા અનુસાર લજાઈ ચોકડી મોરબી રવાપર ગામ (ઘુનડા-સજનપર થઈને) તેમજ ટંકારા ખીજડીયા ચોકડી તરફથી રાતીદેવડી અને વાંકાનેર શહેર તરફ જતા ભારે વાહનોના પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે. આ રૂટના વૈકલ્પિક રસ્તા તરીકે લજાઈ ચોકડી તરફથી જતા ભારે વાહનો માટે મિતાણા ચોકડીથી વાલાસણ, પીપળીયા રાજ અને અમરસર થઈને વાંકાનેર તરફ જવાનો માર્ગ નિર્ધારિત કરાયો છે. તેવી જ રીતે વાંકાનેરથી લજાઈ તરફ જતા ભારે વાહનો પણ અમરસર, પીપળીયા રાજ, વાલાસણ, મિતાણા ચોકડી અને ટંકારા થઈને લજાઈ તરફ જઈ શકશે. આ જાહેરનામામાંથી એસ.ટી. બસો, સરકારી વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર, શાળા-કોલેજના વાહનો, દૂધ-શાકભાજી જેવી આવશ્યક સેવાઓ તથા સામાજિક-ધાર્મિક કાર્યો સાથે સંકળાયેલા વાહનોને મુક્તિ આપવામાં આવી છે. આ હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.






Latest News