મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ


SHARE





મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ

મોરબીના શક્તિ ચોકની આસપાસના વિસ્તારમાં હિન્દુ સમાજના લોકો રહે છે અને ત્યાં મંદિર પણ આવેલ છે જેથી લોકોની ત્યાં અવરજવર રહેતી હોય છે તે વિસ્તારમાં ચાલતી નોનવેજની લારીઓ અને કતલખાનાઓ સામે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી છે અને સ્થાનિક લોકો દ્વારા એકસૂરમાં તાત્કાલિક નોનવેજની લારીઓ અને કતલખાનાઓ બંધ કરાવવા માટેની માંગ કરવામાં આવી છે.

હાલમાં આ અંગે મહાપાલિકાના કમિશનરને રજૂઆત કરવામાં આવી છે કે વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં આજદિન સુધી યોગ્ય અને કાયમી નિરાકરણ આવ્યું નથી. તેથી હવે શક્તિ ચોક વિસ્તારમાં વસવાટ કરતા વિવિધ સમાજના નાગરિકોની રજૂઆતને ગંભીરતાથી લઈ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે અને નિયમોનું ઉલ્લંઘન કરતી તમામ પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. અને સ્થાનિક લોકોએ કહ્યું છે કે, રહેણાંક વિસ્તાર અને જાહેર જગ્યાઓ પર કોઈપણ પ્રકારની એવી પ્રવૃત્તિને મંજૂરી કે લાઇસન્સ ન આપવામાં આવે કે જેના કારણે અલગ-અલગ સમાજ વચ્ચે ગેરસમજ, તણાવ અથવા ઘર્ષણની પરિસ્થિતિ ઊભી થાય છે.

હાલમાં શક્તિ ચોક પાસે કેટલીક દુકાનો બંધ છે, જ્યારે કેટલીક જગ્યાએ આવી પ્રવૃત્તિઓ છૂપી રીતે અથવા અનિયમિત રીતે ચાલુ હોવાની નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આથી મોરબી મહાપાલિકા દ્વારા સ્થળ તપાસ કરાવી, જરૂરી લાઇસન્સ, પરમિશન તથા અન્ય કાયદેસર મંજૂરીઓની ચકાસણી કરવામાં આવે અને નિયમવિરુદ્ધ જણાય તેવી તમામ પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરાવવામાં આવે તેવી માંગ છે. તેમજ ધાર્મિક સ્થળોની આસપાસ લાગુ પડતા સરકારી નિયમો અને માર્ગદર્શિકાઓનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા પણ માંગ કરવામાં આવી છે. અને જો હવે રજૂઆતોને ધ્યાને લઈને પ્રશ્નનું નિરાકરણ નહીં કરવામાં આવે તો લોકશાહી અને કાયદેસરની રીતથી વિરોધ કાર્યક્રમો કરવાની ફરજ પડશે.






Latest News