મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ


SHARE





મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી પર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ

મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ શ્રીજી એજન્સી સંભાળે છે અને તેના ઉપર મહાનગરપાલિકાના અધિકારીઓના ચાર હાથ હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે ગઈકાલે જ શ્રીજી એજન્સીનું ટ્રેક્ટર લાયસન્સ વગરનો માણસ ચલાવતો હોવાનું તેમજ ઘરે ઘરેથી રૂપિયાના ઉઘરાણા કરાતા હોવાના આક્ષેપો થયા છે તો પણ એજન્સીની સામે હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી જેથી આ એજન્સી પર મહાનગરપાલિકાના અધિકારીઓના ચાર હાથ હોવાનો આક્ષેપ ભાજપના યુવા આગેવાન દ્વારા કરવામાં આવ્યો છે.

હાલમાં ભાજપના યુવા આગેવાન પરિમલ ઠક્કરના જણાવ્યા અનુસાર આ એજન્સી જે કચરાનું કલેક્શન કરી છે અને જે વાહનમાં એકઠો કરવાનો  હોય તે ટિપરવાનમાં સૂકો કચરો, ભીનો કચરો, સેનેટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર વેસ્ટ એમ ચાર પ્રકારમાં વિભાજન કરવાનું હોય છે, પરંતુ તેને બદલે ખુલ્લા વાહનમાં  બધો જ કચરો ઠાલવવામાં આવે છે. આ ટ્રેક્ટરને ગ્રીન નેટથી કવર કરવુ પડે પરંતુ તે પણ કરવામાં આવતું નથી. નાની સાંકળી શેરીઓમાં કલેક્શન માટે ઈ-કાર્ટ કે રિક્ષા રાખવાની શરત હોવા છતાં કોઈ અધિકારી કંઈ કહેતા નથી કોઈ કાર્યવાહી કરતા નથી.નાની સાંકડી શેરીમાંથી કચરાનું કલેક્શન ન થતું હોવા છતાં કોઈ પગલા લેવાતા નથી. એજન્સી નું કામ દરેક ઘરેથી કચરો ઉપાડી વાહનમાં ઠાલવવાનું છે. જે કામ એજન્સી કરતી નથી જેના લીધે બહેનોએ ઘરના કામ અધૂરા મૂકી ગાડી આવે ત્યારે તેમાં કચરો નાખવા દોડવું પડે છે.

વધુમાં કહ્યું છે કે, એગ્રીમેન્ટની શરત નંબર 26 મુજબ વાહનમાં કામ કરતા લેબરોએ એપ્રોન, ગમ બુટ, મોજા, આઈ કાર્ડ, માસ્ક પહેરવા પડે પરંતુ એજન્સી તે પ્રોવાઈડ કરતી ન હોય લેબરોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડાં થઈ રહ્યા છે. મોરબી મહાનગરપાલિકામાં નવી ભળેલી 9 ગ્રામ પંચાયતમાં પણ કચરો કલેક્શનનું કામ આ એજન્સીને આપવામાં આવેલ હતું. અને વર્ક ઓર્ડરમાં જણાવ્યા મુજબ તાત્કાલિક કામ શરૂ કરવાનું હતું પરંતુ વર્ક ઓર્ડર આપ્યાને આશરે ચાર મહિના જેટલો સમય થઈ જવા છતાં આ એજન્સીએ કામ શરૂ કરેલ ન હોય, નિયમ મુજબ એજન્સીની ડિપોઝિટ જપ્ત કરી બ્લેક લિસ્ટ કરવાની હોય, પરંતુ આ અધિકારીઓની મિલીભગતના કારણે હજુ સુધી આ એજન્સી પર કોઈ કાર્યવાહી થયેલ નથી.

આ બાબતોની લેખિત રજૂઆત કમિશનરને કરેલ છે અને રજૂઆતને આશરે બે મહિનાથી વધુ સમય વીતી જવા છતાં કમિશનર કે ડેપ્યુટી કમિશનર દ્વારા શા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ? શા માટે એજન્સીને છાવરવામાં આવે છે ? એજન્સી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અને એન.જી.ટી ના ગંભીર નિયમોનો ભંગ કરતી હોવા છતાં તેના પર શા માટે કાયદેસર કાર્યવાહીને બદલે ચુકવણા કરવામાં આવે છે ? ડેપ્યુટી કમિશનર સંજય સોનીનું તો તેમની જ કચેરીમાં કાંઈ જ ઉપજતું નથી. તેમણે ઓન પેપર કરેલા હુકમોનું પાલન તેમનો જ સ્ટાફ કરતો નથી. એ વાત તો જાહેર છે, પરંતુ કમિશનર પણ આ મામલે કાર્યવાહી શા માટે કરતા નથી? આ બાબતે ખુલાસો આપવા ભાજપના યુવા આગેવાન પરિમલ ઠક્કરે જણાવ્યું છે.






Latest News