વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા
ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ
SHARE
ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ
રક્ષા બંધન... આ તહેવારની દરવર્ષે દરેક ભાઈ બહેન આતુરતાથી રાહ જોતા હોય છે કેમ કે, આ દિવસે બહેનો ભાઈના હાથે રક્ષા કવચ એટલે કે રાખડી બાંધતી હોય છે અને ભાઈની લાંબી ઉમર માટે પ્રાર્થના કરે છે જો કે, મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં ગૃહ ઉદ્યોગની જેમ ગામડે ગામડે ઈમિટેશનની રાખડી બનાવવામાં આવે છે જેને દેશના જુદાજુદા રાજ્યમાં મોકલાવવામાં આવે છે અને ચાલુ વર્ષે માર્કેટ થોડું ઓછું છે પરંતુ અંદાજે 10 કરોડનું ટંકારા તાલુકામાં રાખડીનો માર્કેટ છે તેવું વેપારી કહી રહ્યા છે.
ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પર્વ એટલે રક્ષાબંધનનું ભારતમાં ખૂબ જ મહત્વ છે અને ભારતીય સંસ્કૃતિનું ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પાવન પર્વ એટલે કે શ્રાવણ સુદ પૂનમે આવતી રક્ષાબંધન છે જેને ઘણા લોકો બળેવ પણ કહે છે રક્ષાબંધનના દિવસે દરેક બહેન તેના વ્હાલસોયા ભાઈના જમણા હાથના કાંડે રાખડી બાંધીને ભાઈની લાંબી ઉમર માટે ભગવાનને પ્રાર્થના કરતી હોય છે જો કે, રાખડીમાં પણ હવે અવનવી ડીઝાઈનો આવતી હોય છે જેમાં ખાસ કરીને મેટલની રાખડીઓ આવે છે તેનું ભારતમાં સૌથી મોટું ઉત્પાદન મોરબી જિલ્લના ટંકારા તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવે છે અને દર વર્ષે કરોડો રૂપિયાની રાખડીનો ઉત્પાદન ટંકારા તાલુકામાં કરવામાં આવે છે જેને દેશના દરેક રાજ્યમાં મોકલવામાં આવે છે.
રાખડીના ઉત્પાદક મનસુખભાઈ દુબારિયાએ જણાવ્યું હતું કે, ટંકારા તાલુકાનાં જુદાજુદા ગામોમાં રાખડીઓ બનાવવામાં આવતી હોય છે અને અહી બનાવવામાં આવતી રાખડીઓને દેશના પશ્ચિમ બંગાળ, દિલ્હી, રાજસ્થાન, ઓરિસા, મુંબઈ, એમપી સહિતના રાજ્યોમાં મોકલાવવામાં આવતી હોય છે અને દેશભરમાં એક દિવસના તહેવાર રક્ષાબંધનની ઉજવણી માટે જે રાખડીઓ વેચાતી હોય છે તેનું ટંકારા તાલુકાનાં કલ્યાણપર, સવાડી, સરાયા, હરાબટીયાળી સહિતના જુદાજુદા ગામોમાં ગૃહ ઉદ્યોગની જેમ ઉત્પાદન કરવામાં આવે છે જેથી કરીને મહિલાઓને ઘરે બેઠા જ રોજગારી મળી રહે છે અને વર્ષે ટંકારા તાલુકામાં અંદાજે 10 કરોડની રાખડીનું ઉત્પાદન કરવામાં આવે છે.
રાખડી બનાવીને રોજગાર મેળવતા મિયાત્રા ભવિકાબેનએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં હજારોની સંખ્યામાં મહિલાઓને ટંકારા તાલુકામાં ઘરે બેઠા રાખડી બનાવવા માટેનું કામ મળે છે અને તેઓને મહિને હજારો રૂપિયાની આવક પણ થાય છે જોકે, હાલમાં મોંઘવારી વધી હોવાથી લોકો બિન જરૂરી ખર્ચાઓ ઘટાડી રહયા છે ત્યારે સસ્તી રાખડીની ખરીદી કરવામાં આવે છે માટે મેટલની રાખડીની માંગ ઘટી રહી છે અને માંગ ઘટવાથી ઉત્પાદનમાં ઘટાડો થયો છે. તો પણ ટંકારા તાલુકાના જુદાજુદા ગામોમાં મહિલાઓને બારે મહિના ગૃહ ઉદ્યોગની જેમાં રાખડી બનાવીને રોજગારી મળે છે.
એવું કહેવાય છે કે, રાખડીના તંતુએ તંતુએ પ્રેમ છે, હૃદયની ઉર્મિઓ છે અને દરેક બહેન ભાઇનું દીર્ધાયુ ઇચ્છતી હોય છે. માટે તેના જમણા હાથના કાંડે રાખડી બાંધે છે જો કે, એક જ દિવસે ચોક્કસ કલાકો દરમ્યાનના શુભ ચોઘડિયા વખતે પોતાના ભાઈને રક્ષા કવચ એટલે કે રાખડી બાંધતી કરોડો બહેનો માટે ટંકારા પંથકમાં હાજર બહેનો મેટલની રાખડી એક કે બે દિવસ અથવા તો મહિના નહિ પરંતુ ૧૧ મહિના સુધી સતત જુદીજુદી રાખડીઓ બનાવવાની કામગીરી દરવર્ષે મળતી હોય છે.