મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા


SHARE









વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા

વાંકાનેરના નવાપરા ખડીપરા વિસ્તારમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા છ શખ્સો મળી આવ્યા હતા જ્યારે હળવદ તાલુકાના ગોલાસણ ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે જુગારના ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરના નવાપરા ખડીપરા શેરી નં 2 માં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી લાલજીભાઈ શિવાભાઈ કાંજિયા (22), હુસેનભાઇ યુસુફભાઈ અફ્રિદી (27), સુરેશભાઈ ભરતભાઈ ઘોરિયા (28), રાજુભાઈ રમેશભાઈ ઘોરીયા (22), અનિલભાઈ રમેશભાઈ ઘોરીયા (27) અને મહેશભાઈ મનસુખભાઈ અઘોલા (28) રહે બધા વાકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 17,350 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે હળવદ તાલુકા પોલીસ દ્વારા ગોલાસણ ગામે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી મહીપતભાઈ ચતુરભાઈ દેકાવાડિયા (37), રહે વીરપર તાલુકો વાંકાનેર, રમેશભાઈ વાલજીભાઈ રાઠોડ (35) રહે ભવાનીનગર ઢોરો હળવદ અને સંજયભાઈ નાગજીભાઈ સનુરા (38) રહે જાંબુડીયા તાલુકો મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 21,700 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

 




Latest News