મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના રાણેકપર પાસે નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત: રંગપર ગામે હોટલના રૂમમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત


SHARE









વાંકાનેરના રાણેકપર પાસે નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત: રંગપર ગામે હોટલના રૂમમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

વાંકાનેરના રાણેકપર ગામ પાસે મહાનદીના પાણીમાં કોઈપણ કારણોસર ડૂબી જવાથી યુવાનનું મોત નીપજયું હતું જ્યારે રંગપર ગામ પાસે આવેલ હોટલના રૂમની અંદર યુવાને ગળાફાંસો  ખાઈને આપઘાત કરેલ છે જેથી તે યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ અમદાવાદના ધોળકા તાલુકામાં ચલોડા સુથાર ફળીના રહેવાસી અને હાલમાં વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટી ગુરુકૃપા જાંબુની દુકાનની પાછળના ભાગમાં રહેતો સુકેતગીરી જીતેન્દ્રગીરી ગોસ્વામી (42) નામનો યુવાન મહાનદીના કાંઠે રાણેકપર ગામની સીમા કોઇપણ કારણોસર નદીના પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તે યુવાનનો મોત નીપજયું હતુ ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હુસેનભાઇ નૂરમામદભાઈ શેરસિયા (46) રહે. રાણેપર તાલુકો વાંકાનેર વાળાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે જયારે વાંકાનેરના રંગપર ગામ પાસે આવેલ દ્વારકાધીશ હોટલમાં ચેતનભાઇ પબાભાઈ ગઢાદરા (20) રહે. નવાપરા વાંકાનેર વાળાએ રૂમની અંદર કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી હાર્દિકભાઈ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ હાથ ધરી છે

મારા મારીમાં ઇજા
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે તુલસી પાર્કમાં રહેતા રવિ રામજીભાઈ મકવાણા (30) નામના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

ઇલેક્ટ્રીક શૉટ

મોરબીના વીસીપરામા આવેલ કુલીનગરમાં રહેતા વાસીસ સલમાનઅલી (24) નામના યુવાનને માધાપર મેઇન રોડ ઉપર હતો ત્યારે ત્યાં ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News