મોરબીમાં છતનું સેન્ટીંગ કામ કરતાં સમયે ઉપરથી નીચે પટકાતા વૃદ્ધનું મોત: આદર્શ સોસાયટીમાં ઘરે સુતેલા વૃદ્ધનું નિદ્રાધીન અવસ્થામાં મોત મોરબી જિલ્લામાં જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાયેલ લોકમેળામાં મંત્રી કાંતિભાઈ અમૃતિયા-જીતુભાઈ સોમાણીએ રાઇડ્સની મજા માણી વાંકાનેરના માટેલ રોડ ઉપર બાઈકમાંથી નીચે પટકાયેલ મહિલા ઉપર ટ્રક ફરી વળતા ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત: હળવદમાં અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્યા શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડ ઉપર બાઈકમાંથી નીચે પટકાયેલ મહિલા ઉપર ટ્રક ફરી વળતા ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત: હળવદમાં અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત


SHARE





વાંકાનેરના માટેલ રોડ ઉપર બાઈકમાંથી નીચે પટકાયેલ મહિલા ઉપર ટ્રક ફરી વળતા ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત: હળવદમાં અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત

વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપર યુવાન પોતાની પત્નીને દવાખાનેથી દવા અપાવીને બાઈક ઉપર પરત આવી રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર મહિલા બાઇકમાંથી નીચે પટકાતા પાછળ આવી રહેલ ટ્રક તેના ઉપર ફરી વળતા મહિલાને ગંભીર ઇજા થઈ હતી જેથી તેને રાજકોટ સુધી સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જ્યારે હળવદમાં યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે ભૂંડ ઉતરતા અકસ્માત સર્જાયો હતો અને તે બનાવમાં ઈજા પામેલ યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે

મૂળ ઓરિસ્સાના રહેવાસી અને હાલમાં માટેલ ઢુવા રોડ ઉપર આવેલ ક્યુરો સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટર માં રહેતા અને મજૂરી કામ કરતા જ્યોત્સનાબેન દુર્ગાપ્રસાદ સોરેન (21) બીમાર હોય પોતાના પતિના બાઈકમાં પાછળના ભાગે બેસીને દવા માટે લેવા માટે થઈને ગયા હતા અને દવા લઈને તેઓ પરત પોતાની કારખામામા આવેલ રૂમ ઉપર આવી રહ્યા હતા દરમિયાન રસ્તામાં દુર્ગાપ્રસાદએ ટ્રકની બાજુમાંથી પોતાનું બાઈક ઢુવા માટેલ રોડ ઉપર સેન્ટોસા સિરામિક સામેથી પસાર કરતા સમયે જ્યોત્સનાબેનને ચક્કર આવી જવાના કારણે તેઓ રસ્તા ઉપર નીચે પટકાયાં હતા અને ત્યારે પાછળથી આવી રહેલા ટ્રક તેના શરીર ઉપરથી ફરી વળતા તેઓને ગંભીર ઇજા થઈ હતી જેથી જ્યોત્સનાબેનને સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જે બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતો પ્રવીણગીરી દોલતગીરી ગોસાઈ (35) નામનો યુવાન દશામાના મંદિર પાસે બાપાસીતારામ ની મઢુલી બાજુમાંથી બાઈક નંબર જીજે 36 બીએ 8017 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે ભૂંડ ઉતરતા તેની સાથે બાઈક અથડાયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈને ગયા હતા અને સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું આ બનાવની મૃતક યુવાનના ભાઈ નિલેશભાઈ દોલતગીરી ગોસાઈ (32) રહે ભવાનીનગર ઢોરો હળવદ વાળાએ પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News