મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો


SHARE









મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો

મોરબી તાલુકાના ઘુટુ ગામની સીમમાં આવેલ કારખાનામાં રહેતા પરિવારના ત્રણ વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું છે અને બાળકના પિતાના મિત્ર દ્વારા આ બાળકનો અપહરણ કરવામાં આવ્યું હોય હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાળકની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને બાળકને શોધવા માટે તજવીજ હાથ ધરી છેm

મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં ઘુટુ ગામની સીમમાં આવેલ સ્પેનસરા સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરની અંદર રહેતા અર્ચનાબેન રાજુભાઈ વર્મા (26) એ સંતોષ નવલા આદિવાસી રહે. કોલારસ જિલ્લો શિવપુરી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે તેઓના ત્રણ વર્ષના દીકરા અંતાક્ષને આરોપી બજારમાંથી રમકડું લઈ આપવા ના બહાને લઈ ગયેલ છે અને ફરિયાદીના બાળકનું અપહરણ કર્યું છે જેથી કરીને મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બાળકના અપહરણનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે વધુમાં મળતી વિગત પ્રમાણે ફરિયાદી મહિલાના પતિનો આરોપી મિત્ર હોવાથી તેના ઘરે તે આવતો જતો હતો અને ફરિયાદીના બાળકનું હાલમાં અપહરણ કરી ગયેલ છે જેને પકડવા માટે અને બાળકને શોધવા માટે પોલીસ ચક્રોગતિમાન કરેલ છે.




Latest News