મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE









મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત

મોરબીના અણીયારી ગામ નજીકથી રોડ ઉપરથી બે બાઈક ચાલકો રેસ કરીને નીકળી રહ્યા હતા દરમિયાન એક બાઈક ચાલકે પોતાના બાઈકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા રાહદારી વૃદ્ધાને હડફેટે લીધા હતા અને તેઓ બાઈકની સાથે ઢસડી નાખ્યા હતા જેથી તેઓને માથામાં તથા શરીરે ગંભીર ઇજા કરી હતી અને તે વૃદ્ધાનું મોત નીપજયું હતું જ્યારે મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ તરફ જવાના રસ્તા ઉપર બાઈક લઈને પસાર થઈ રહેલ યુવાનનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને તેને માથામાં તથા શરીરે ગંભીર ઇજા થવાથી તે યુવાનનું મોત નિપજ્યું હતું


મૂળ અણીયારી ગામના રહેવાસી અને હાલમાં આલાપ રોડ ઉપર આવેલ ખોડીયારનગરમાં રહેતા હર્ષદભાઈ કલ્યાણજીભાઈ બાવરવા (42)એ અજાણ્યા બાઈક ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, અણિયારી ગામ નજીકથી આરોપી તેનું યામાહા આર 15 બાઈક લઈને જઈ રહ્યો હતો અને બીજા બાઇક ચાલક સાથે તેણે અન્ય લોકોના જીવ જોખમમાં મુકાય તે રેસ કરી હતી ત્યારે યમાહા આર 15 ના ચાલકે પોતાના બાઈકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા રોડ સાઈડમાં ઉભેલા રાહદારી મહિલા ગીતાબેન કલ્યાણજીભાઈ બાવરવાને હડફેટે લીધા હતા રોડ ઉપર ઢસડિયા હતા જેથી તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેમનું મોત નિપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક વૃદ્ધાના દીકરાએ હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં આવેલ ગોકુલ મથુરા સોસાયટી પૃથ્વી એપાર્ટમેન્ટ બ્લોક નંબર 202 માં રહેતા સુનિલભાઈ જગદીશભાઈ સનારીયા (32) નામનો યુવાન મોરબીની મોટી કેનાલ રોડ ઉપર ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ તરફ જવાના રસ્તા ઉપર પોતાનું બાઈક નંબર જીજે 3 એચજી 7617 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવ્યું હતું દરમિયાન યુવાનનું બાઈક સ્લીપ થઈ જવાના કારણે તેને માથાના ભાગે તથા શરીરને ગંભીર ઇજા થઈ હોવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના બનાવમાં મૃતક યુવાનના પિતા જગદીશભાઈ નરસીભાઈ સનારીયા (54) રહે. ગોકુલ મથુરા સોસાયટી પૃથ્વી એપાર્ટમેન્ટ મોરબી વાળાની ફરિયાદ લઈને પોલીસે મૃતક સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News