મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ


SHARE









મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ

મોરબીની ઓમ શાંતિ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ (GSEB) ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે સ્પેસ ક્વિઝ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અવકાશ વિજ્ઞાન અને સંશોધન અંગેના પોતાના જ્ઞાનનું પ્રદર્શન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સફળ અમલીકરણ શાળાના આચાર્ય શ્રીમતી સના કાઝી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબીના જિલ્લા સંયોજક દીપેન ભટ્ટનું માર્ગદર્શન અને સહયોગ પ્રાપ્ત થયો હતો. અને ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST), ગાંધીનગરના સહયોગથી યોજાયો હતો. સ્પેસ ક્વિઝમાં વિજેતા વિદ્યાર્થીઓને આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓને સાયન્સ સિટી, મોરબીની મુલાકાત માટે નિઃશુલ્ક કૂપન આપવામાં આવ્યા હતા. વિજ્ઞાન અને અવકાશ ક્ષેત્રે વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા, સંશોધનવૃત્તિ અને વૈજ્ઞાનિક અભિગમ વિકસે તે હેતુથી યોજાયેલ આ કાર્યક્રમને વિદ્યાર્થીઓ તથા શિક્ષકો તરફથી ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો.




Latest News