મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા


SHARE









મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા

મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તા.૨૩/૦૬/૨૦૨૫ના રોજ પુન:રચના થઇ હતી. જે અનુસંધાને મુસદ્દારૂપ વિકાસ યોજના-૨૦૪૭ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની દખાસ્તો તૈયાર કરી બોર્ડ બેઠકમાં મુસદ્દારૂપ શહેરી વિકાસ યોજનાને સર્વાનુમતે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ,૧૯૭૬ની કલમ -૯ તથા અધિનિયમ, ૧૯૭૬ની કલમ -૧૩ હેઠળ પ્રસિધ્ધ કરવા સર્વાનુમતે ઠરાવવામાં આવ્યુ હતુ.

જે ગુજરાત સરકારના રાજ્યપત્રમાં તા. ૨૧/૦૮/૨૦૨૬ના રોજ પ્રસિધ્ધ કરાયુ છે. આ મુસદ્દારૂપ વિકાસ યોજના જાહેર જનતાના વાંધા સૂચનો આ યાદી પ્રસિધ્ધ થયાના તારીખથી બે મહિનાની અંદર લેખિતમાં ચાર નકલમાં આધાર પુરાવાસહ રજુ કરવાના રહેશે. અને વાંધા સુચનો જાહેર જનતાએ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સતામંડળની કચેરી, મહાનગરપાલિકાની ઇસ્ટ ઝોન કચેરી ખાતે રજા સિવાયના દિવસે મોકલી શકશે. તેમ મુખ્ય કારોબારી અધિકારી મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા જણાવાયું છે.




Latest News