મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ


SHARE









માળીયા (મી) ના વવાણિયા ગામે સ્મશાનમાં મૂકવામાં આવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ

માળીયા (મી)ના વવાણિયા ગામે સ્મશાન ગૃહમાં મૂકવામાં આવેલ દેવી દેવતાઓની મૂર્તિઓમાં તોડફોડ કરીને મૂર્તિઓને ખંડિત કરવામાં આવી હતી જે અંગેની વવાણીયા ગામના આગેવાન દ્વારા ફરિયાદ કરવામાં આવેલ છે ત્યાર બાદ હવે ગ્રામજનો તેમજ ગામમાં આવેલ વિવિધ ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેકટર અને એસપીને લેખિતમાં રજૂઆત કરીને હિન્દુ સમાજની લાગણી દુભાય તેવું કૃત્ય કરનાર શખ્સની સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

મોરબી નજીકના વવાણીયા ગામે સ્મશાન ગૃહની અંદર મૂકવામાં આવેલ જુદા જુદા દેવી-દેવતાઓની મુતિઓમાં અજાણ્ય શખ્સ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી જેથી આ બાબતે માળિયાની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગામના આગેવાન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસ દ્વારા તપાસ કરીને આરોપીને પકડવા માટેની તજવીજ કરવામાં આવી રહી છે તેવામાં વવાણિયા ગામના સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનો અને જુદી જુદી ધાર્મિક સંસ્થાઓના આગેવાનો દ્વારા કલેક્ટર તથા એસપીને આવેદનપત્ર આપીને સ્મશાન ગૃહમાં મૂકવામાં આવેલ હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓમાં તોડફોડ કરીને મૂર્તિઓને ખંડિત કરનારા શખ્સની સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે વધુમાં મળતી માહિતી મુજબ ગત તા. 18/ 6 થી 15/ 8 સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા સ્મશાન ગૃહ ની અંદર હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓમાં તોડફોડ કરીને તેને ખંડિત કરવામાં આવી છે જે અંગેની તા 17/8 ના રોજ ગામના આગેવાન દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી ત્યાર બાદ ગઇકાલે પોલીસ ફરિયાદ લેવામાં આવેલ છે. આ ગુનામાં સંડોવાયેલ શખ્સની સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે વવાણિયા ગામે આવેલ શ્રીમદ રાજચંદ્ર જન્મભૂમિ ટ્રસ્ટમ આદિ તપાસસ્થલી નીમકરોલી બાબા હનુમાનજી મંદિર વ્યવસ્થાપક મંડળ તથા વવાણીયા ગામ સુન્ની મુસ્લિમ જમાતના આગેવાનોએ આવેદન પાઠવ્યું છે અને આરોપીને પકડીને તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.




Latest News