મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક બંધ પડેલા કારખાનામાંથી 4.25 લાખના કોપર વાયરની ચોરી


SHARE









મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક બંધ પડેલા કારખાનામાંથી 4.25 લાખના કોપર વાયરની ચોરી

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે રેલવેના ક્વાર્ટરની પાછળના ભાગમાં આવેલા કારખાનામાં અજાણ્યા શખ્સે બાકોરમાંથી પ્રવેશ કર્યો હતો અને બાદમાં ત્યાંથી 1776 ફૂટ કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે જેની કુલ કિંમત 4.25 લાખ રૂપિયા થાય છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા કારખાનેદાર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશન સામે આવેલ પરિશ્રમ એપાર્ટમેન્ટમાં રહેતા રાજેન્દ્રભાઈ મનજીભાઈ બાવરવા (55)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે વાયર ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના નવલખી રોડ ઉપર લૂંટાવદર ગામની સીમમાં પીપળીયા ચોકડી પાસે રેલવેના કવાર્ટરની પાછળના ભાગમાં તેઓનું કયોર અર્થ નામનું કારખાનું આવેલ છે જે બંધ પડેલા કારખાનામાં ગત તા 23/6/2026 થી લઈને 23/8/2026 સુધીના સમયગાળામાં કોઈપણ સમયે અજાણ્યા શખ્સ દ્વારા શેડના બાકોરામાંથી પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્યાંથી અલગ અલગ સાઈઝનો 1776 ફૂટ કોપર વાયર જેની કુલ કિંમત 4.25 લાખ રૂપિયા થાય છે તે કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News