મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા નજીક કારખાનામાં ગાડી ખાલી કરવા પહેલા સામસામે મારા મારી: હવે સામસામી ફરિયાદ


SHARE









ટંકારાના મીતાણા નજીક કારખાનામાં ગાડી ખાલી કરવા પહેલા સામસામે મારા મારી: હવે સામસામી ફરિયાદ

ટંકારાના મીતાણા નેકનામ રોડ ઉપર આવેલ કારખાનામાં ગાડી ખાલી કરવા બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો ત્યારે બંને પક્ષેથી મારા મારી કરવામાં આવતા કુલ મળીને 8 જેટલા વ્યક્તિઓને ઇજા થઈ હતી જેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાર બાદ આ બનાવ સંદર્ભે હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોધાવવામાં આવતા પોલીસે જુદાજુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.  

પડધરી તાલુકાના તરઘડી ગામે રહેતા રાઘવભાઈ આલાભાઇ ભરવાડ (28) એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સૂર્યકાંત શર્મા અને તેની સાથે રહેલા ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે મીતાણા ગામની સીમમાં નેકનામ રોડ ઉપર ફિનોમેકસ કારખાનામાં આરોપીઓએ ગાડી ખાલી કરવા બાબતે ફરિયાદી તથા સાહેદો સાથે ઝઘડો કર્યો હતો અને ગાળો આપી હતી ત્યારે બાદ ફરિયાદી અને સાહેદોને એલ્યુમિનિયમની એંગલો વડે માર માર્યો હતો જેમાં ફરિયાદીને માથામાં માર મારતા ગંભીર ઇજા થવાથી તેને ટાંકા આવ્યા હતા જયારે સાહેદ રામભાઈને પણ માથામાં માર મારીને ગંભીર ઇજા કરતા તેઓને પણ ટાંકા આવ્યા હતા તેવી જ રીતે સાહેદ મુકેશભાઈને ડાબા હાથ અને પગમાં માર માર્યો હતો અને જમણા પગે નરાના ભાગે ફેક્ચર જેવી ઇજા કરવામાં આવી હતી. જેથી તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જ્યારે આ બનાવ સંદર્ભે સામાપક્ષેથી મૂળ યુપીના રહેવાસી અને હાલમાં ફિનોમેકસ કારખાનાના ક્વાર્ટરમાં રહેતા શ્યામકાંત સૂર્યમની શર્મા (30)એ રાઘવભાઇ ભરવાડ તથા તેની સાથે રહેલા અન્ય ત્રણ માણસોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે કારખાનામાં ગાડી ખાલી કરવા માટે ગાડીને થોડી પાછી લેવા ફરિયાદી કહ્યું હતું તે બાબતે ફરિયાદી તથા સાહેદોની સાથે આરોપી અને તેની સાથે રહેલા શખ્સોએ ઝઘડો કર્યો હતો અને ગાળો આપીને પાઇપ તથા ધોકા વડે ફરિયાદી અને સાહેદોને માર માર્યો હતો જેમાં ફરિયાદીને કપાળના ભાગે તથા ડાબા પગમાં સાથળના ભાગે ઇજા થઈ હતી જ્યારે સાહેદ રજનીકુમારને જમણા કાન અને માથામાં, સાહેદ ધીરજકુમારને જમણા બંને પગમાં તેમજ સાહેદ બ્રિજેશને હાથે, પગે અને શરીરે ઇજા કરી હતી તેમજ હાથમાં ફ્રેક્ચર કર્યું હતું જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News