મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ ગામેથી એક્ટિવામાં પત્નીને બેસાડીને જડેશ્વર મેળામાં જતાં યુવાનને નડ્યો અકસ્માત: દંપતી સારવારમાં


SHARE









ટંકારાના લજાઈ ગામેથી એક્ટિવામાં પત્નીને બેસાડીને જડેશ્વર મેળામાં જતાં યુવાનને નડ્યો અકસ્માત: દંપતી સારવારમાં

ટંકારાના લજાઈ ગામેથી યુવાન પોતાના પત્નીને એકટીવામાં બેસાડીને જડેશ્વર મેળામાં જઈ રહ્યો હતો દરમિયાન લજાઇ હડમતીયા રોડ ઉપર ઈકો ગાડીના ચાલકે એકટીવાને પાછળથી ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં દંપતીને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા વગર ઇકો ગાડીનો ચાલક સ્થળ ઉપરથી પોતાનું વાહન લઈને નાસી ગયો હતો જેથી હાલમાં સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા ઈકો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારા તાલુકાના લજાઈ ગામે ઉગમણા જાપાન નજીક રહેતા અમૃતભાઈ આલાભાઇ ચાવડા (36)એ અજાણ્યા ઈકો ગાડીના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ  નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, હડમતીયા રોડ ઉપર રહેમાનશા પીરની દરગાહથી આગળના ભાગમાં ફરિયાદિ પોતાના પત્નીને એકટીવા નંબર જીજે 36 બીસી 6112 ઉપર લઈને જઈ રહ્યા હતા અને લજાઈથી જડેશ્વરના મેળામાં જતા રસ્તામાં હડમતીયા રોડ ઉપર અજાણ્યા ઈકો ગાડીના ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને ફરિયાદીના એકટીવાને પાછળના ભાગેથી ઠોકર મારતા અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીને ખભા, જમણા હાથ અને જમણા પગમાં ઇજાઓ થઈ હતી તેમજ તેઓના પત્નીને માથા, ખભા અને જમણા હાથના કાંડામાં ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માત બાદ ઇકો ગાડીનો ચાલક સ્થળ ઉપરથી પોતાનું વાહન લઈને નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ઇકો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News