મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી નજીકથી જુદાજુદા વાહનોમાં કતલખાને લઈ જવાતા 32 ઘેટાં, બકરા અને પાડાને બચાવ્યા: બે ગુના નોંધાયા


SHARE









મોરબી નજીકથી જુદાજુદા વાહનોમાં કતલખાને લઈ જવાતા 32 ઘેટાં, બકરા અને પાડાને બચાવ્યા: બે ગુના નોંધાયા

મોરબીના ગૌરક્ષકોની ટીમ દ્વારા કચ્છના શિકારપુર તરફથી ધ્રાંગધ્રા તરફ જઇ રહેલ સીએનજી કેરી ગાડીને અણીયારી ચોકડી નજીક પોલીસની હાજરીમાં રોકવામાં આવી હતી અને તેમાંથી કતલખાને લઈ જવામાં આવતા 29 અબોલજીવ જેમાં ઘેટા અને બકરાઓને બચાવવામાં આવ્યા છે જયારે મોરબીમાં નવલખી ફાટક પાસેથી પસાર થતી બોલેરો ગાડીને ગૌરક્ષકોએ ચેક કરી હતી ત્યારે તેમાંથી કતલખાને લઈ જવામાં આવતા 3 પાડા મળી આવ્યા હતા જેથી ગૌરક્ષકોએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુદીજુદી બે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.


મોરબી ગૌરક્ષકોને બાતમી મળી હતી કે કચ્છના શિકારપુર તરફથી માળીયા, હળવદ અને ધ્રાંગધ્રા તરફ એક સીએનજી કેરી ગાડી નં. જીજે 13 એ એક્સ 9086 માં મોટી સંખ્યામાં અબોલજીવોને કતલ કરવા માટે લઈ જવાના છે જેથી વોચ રાખવામા આવી હતી અને મળેલ બાતમી મુજબની ગાડીનો પીછો કરીને અણીયારી ચોકડી નજીક વાહનને રોકાવીને પોલીસની હાજરીમાં ચેક કર્યું હતું ત્યારે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી તથા ચોટીલા ગૌરક્ષકો હાજર રહ્યા હતા અને ગાડીમાં 29 ઘેટા અને બકરાઓને ક્રૂરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા જેના માટેની પરમિટ કે કોઈ આધાર તેઓની પાસે હતો નથી જેથી ગૌરક્ષકો દ્વારા વાહનચાલકની પૂછપરછ કરવામાં આવતા આ અબોલજીવને કચ્છના શિકારપુર વિસ્તારથી લઈને ધ્રાંગધ્રા તરફ જતાં હોવાનું સામે આવ્યું હતું જેથી અબોલજીવને સુરક્ષિત રીતે મોરબી પાંજરાપોળમાં મોકલવામાં આવેલ છે. આ બનાવ સંદર્ભે હાલમાં મહેન્દ્રનગર ગામે આવેલ હરિગુણ સોસાયટી હરિગુણ હોમ્સ બ્લોક નંબર 302 ખાતે રહેતા શિવમભાઈ પ્રવીણભાઈ કાસુન્દ્રા (20)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઈકબાલભાઈ લાડાભાઈ ભટ્ટી રહે. ખાટીવાસ પાસે ધાંગધ્રા, અશરફભાઈ ઇકબાલભાઈ રાજાણી રહે. સુડવેલ સોસાયટી કોઠારીયા રોડ વઢવાણ તથા અસલમભાઈ સલીમભાઈ ભટ્ટી રહે. ખાટકીવાસ પાસે ધાંગધ્રા વાળાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જ્યારે બીજા બનાવમાં મહેન્દ્રનગર ગામે આવેલ સાનિધ્ય પાર્ક 2 સોસાયટીમાં રહેતા કાર્તિકભાઇ મનસુખભાઈ કાવર (23)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હુસેનભાઈ સાયબાણી રહે. નાની બજાર વાંકાનેર દરવાજા પાસે વાંકાનેર અને રમજુભાઈ રાઉમા રહે. કટારીયા તાલુકો ભચાઉ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના પીપળીયા રોડ પર રોકડિયા હનુમાન મંદિર રેલવે ફાટક પાસેથી પસાર થતી મહેન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નંબર જીજે 3 બીડબલ્યુ 5085 ને રોકીને ચેક કરતા તેમાંથી ભેંસના ત્રણ પાડા બાંધીને લઈ જતા હોવાનું જોવા મળ્યું હતું અને આ પાડા રમજુભાઈ રાઉમાએ વાહનમાં ભરી આપ્યા હતા અને ઘાસચારો કે પાણીની કોઈપણ પ્રકારની વ્યવસ્થા રાખ્યા વગર હુસેનભાઇ સાયબાણી પોતાના વાહનમાં લઈને જઈ રહ્યા હતા જેથી પોલીસે 9000 રૂપિયાની કિંમતના આબોલજીવ તથા 5 લાખ રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 5.09 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં એક આરોપીને ઝડપી લેવામાં આવેલ છે અને બીજા આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે




Latest News