મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ


SHARE









મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ

મોરબીના જાંબુડીયા ગામ પાસે આવેલ રોલેક્ષ સ્પ્રેડાયર નામના કારખાનામાંથી એકાદ મહિના પહેલા કોપર વાયરની ચોરી કરવામાં આવી હતી જે ગુનામાં એલસીબીની ટીમે ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ કરી છે અને બંને આરોપીને મુદમાલા સાથે તાલુકા પોલીસ હવાલે કરવામાં આવેલ છે.

મોરબી તાલુકામાં જાંબુડિયા ગામ પાસે આવેલ રોલેક્ષ કારખાનામાં ગત તા. 05/07/2026 ના રાતના સમયે અજાણ્યા શખ્સે પ્રવેશ કર્યો હતો અને ચાલુ લાઇનના કેબલ વાયર કાપીને તેની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને અંકુરભાઈ ડાયાભાઈ કગથરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનાની તપાસ સ્થાનિક પોલીસ તેમજ એલસીબીની ટિમ કરી રહી હતી તેવામાં ચોરી કરેલ મુદામલનું વેચાણ કરવામાં આવે તે પહેલા 2 શખ્સને ચોરાઉ મુદામાલ સાથે એલસીબીની ટીમે ઝડપી લીધા છે અને આરોપી વિજય અજયભાઈ ભરવાડિયા (20) રહે. જાંબુડીયા તથા ઘેલો જમાલભાઈ ભરવાડિયા (21) રહે. રફાળેશ્વર મચ્છુનગર વાળાને પકડીને તેની પાસેથી પોલીસે 40,000 ની કિંમતનો 80 મીટર કેબલ વાયર કબજે કર્યો છે અને બંને આરોપી તથા મુદામાલ તાલુકા પોલીસ હવાલે કરવામાં આવેલ છે. આ કામગીરી એલસીબીના પીઆઇ એસ.પી.જાડેજાની સૂચના મુજબ પીએસઆઈ બી.ડી.ભટ્ટ અને વી.જી.માલાણી તેમજ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.




Latest News