મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો


SHARE









મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કરણ એપાર્ટમેન્ટ પાસે એસઓજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી એક શખ્સ દેશી હાથ બનાવટની એક પિસ્તોલ સાથે મળી આવ્યો હતો જેથી કરીને હથિયાર અને 2 જીવતા કાર્ટિસ આમ કુલ મળીને 5200 નો મુદામાલ પોલીસે કબ્જે કરીને આરોપીને પકડીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લા એસઓજીની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, પરિમલભાઈ વાઘેલા રહે. લીલાપર વાળો ગેરકાયદેસર હથિયાર રાખે છે જેથી બાતમી આધારે પોલીસે વોચ રાખીને મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કરણ એપાર્ટમેન્ટ પાસે રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી પરિમલભાઈ ગોપાલભાઈ વાઘેલા નામનો શખ્સ દેશી હાથ બનાવટની એક પિસ્તોલ સાથે મળી આવેલ હતો જેથી પોલીસે તેની પાસેથી 5000 રૂપિયાની કિંમતનું હથિયાર તથા 2 જીવતા કાર્ટિસ આમ કુલ મળીને 5200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં આ બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News