કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું મોરબીમાં નાની કેનાલ રોડ અને રવાપર ગામે જુદીજુદી જગ્યાએ જુગારની 2 રેડમાં 9 મહિલા સહિત કુલ 19 લોકો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ


SHARE







મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી માર્કેટ નજીક સ્કોર્પીયો કારમાં આવેલા ચાર હુમલાખોરોએ બે લોકોને માર માર્યો હતો.ઢીકાપાટુનો માર મારીને રૂા.૨૪ હજારની લૂંટ ચલાવવામાં આવી હતી.ભોગ બનનારને સારવારમાં લઈ જવાયા બાદ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બનાવ અંગે નોંધ કરી હુમલાખોરોને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ફરીદભાઇ યાસીનભાઈ મેર મિંયાણા (ઉમર ૨૪) રહે.હાલ પાવડીયારી માર્કેટ શોપિંગ સેન્ટર પાસે સાપર ગામની સીમ તાલુકો જીલ્લો મોરબી મૂળ રહે.ટાવર પાસેની શેરી સુરેન્દ્રનગર વાળાએ ઇકો રહે.માળીયા મિંયાણા જી.મોરબી, સિકલો, મુખી અને કારો એમ ચાર ઇસમોની સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, પોતે પાવળીયારી શાક માર્કેટ પાસે ચા ની કેબિન નજીક હતો ત્યાં તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.વધુમાં તેણે પોલીસને જણાવ્યા પ્રમાણે ફરિયાદીના શેઠ ઈકબાલભાઈના ભાઈ તૈયબભાઈએ થોડા સમય પહેલા સામેના આરોપીઓ પૈકીના ઇકો રહે.ખીરઇ સામે માળીયા પોલીસ સ્ટેશન ખાતે મારામારી સંદર્ભે ફરિયાદ કરેલી હતી.તે વાતનો રોષ રાખીને કાળા કલરની સ્કોર્પિયોમાં આવેલા ઉપરોક્ત ચાર ઈસમોએ ફરિયાદી તથા સાહેબ ઈકબાલભાઈને જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકાપાટા વડે મારમારીને છરી બતાવી હતી.અને ફરિયાદી યાસીનભાઇના ખિસ્સામાંથી મુરઘીના થડાના બે દિવસના હિસાબના રૂપિયા ૨૪,૦૦૦૦ ની લૂંટ ચલાવી હતી. અને જાનથી મારી નાંખવાની ધમકી આપીને ભાગી છુટ્યા હતા.હાલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઉપર મુજબ ફરિયાદ નોંધાતા લુંટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે.જેની આગળની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ સોંદરવા ચલાવી રહ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.અત્રે નોંધનીય છે કે અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને હુમલો કરવામાં આવેલ છે.જેથી કરીને શહેર અને જિલ્લામાં ગુનેગારોમાં પોલીસનો લેસમાત્ર ભય ન હોય તેવો ઘાટ સર્જાયો છે.જે ચિંતાનો વિષય છે.
મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગરમાં રહેતા હાજી સલીમભાઈ સુમરા નામના ૨૦ વર્ષના યુવાનને રોહીદાસપરા વિસ્તાર નજીક મારામારીના બનાવમાં ઇજા થયેલ હોય સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો. તેમજ મોરબીના ઊંચી માંડલ ગામ પાસે રહેતા સંધ્યાબેન લક્ષ્મણભાઈ સિંગ (૨૫) નામની મહિલાને પતિ દ્વારા માર મારવામાં આવતા સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યારે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ નજીક વિરાટનગર પાસે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં લક્ષ્મણભાઈ કાલુરામ (૪૫) નામનો યુવાન બાઈક લઈને જતો હતો.ત્યારે અચાનક પ્રતાપ રમેશભાઈ માંદુરી નામનો સાત વર્ષનો બાળક આડો ઉતરતા અકસ્માત સર્જાયો હતો અને જેમાં બંનેને ઇજાઓ પહોંચી હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કોરલ ગોલ્ડ નામના કારખાનામાં કામ દરમિયાન પતરૂ તૂટી પડતા ઊંચાઈએથી નીચે પટકાયેલ વિપુલ ઉકાભાઇ ગમારા(૨૨) રહે.પલાસ તા. વાકાનેરને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે લઈ જવાયો હતો.તેમજ રફાળેશ્વર ગામે સોલંકી પાન પાસે લાકડી વડે માર મારવામાં આવતા મનોજ દેવજીભાઈ (૩૪) રહે.રફાળેશ્વરને ઇજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ જુના ઘુંટું ગામે રહેતા હર્ષાબેન નરેન્દ્રભાઈ સોલંકી નામના ૩૬ વર્ષીય મહિલાને તેઓના દેરાણી દ્વારા માર મારવામાં આવતા સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના વિજયભાઇ મિયાત્રા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.તેમ પોલીસ સુત્રોએ જણાવે છે.

 

 




Latest News