મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને કરાટેની સ્પર્ધાઓ યોજાઇ મોરબીના કલેકટરે મચ્છુ-૨ ડેમ ખાતે મત્સ્યોદ્યોગની કામગીરીનું કર્યું નિરીક્ષણ વાહ રે પારદર્શક વહીવટ: મોરબી મહાપાલિકામાં નાના બિલને મોટા બનાવીને ચૂકવી દેવાયા !
Breaking news
Morbi Today

મોરબીના યુવાન પાસેથી એક લાખ રૂપિયા લઈને લગ્ન કરીને છનનન થઈ ગયેલ મહિલા ઝડપાઇ: એક દિવસના રિમાન્ડ મંજૂર


SHARE









મોરબીના યુવાન પાસેથી એક લાખ રૂપિયા લઈને લગ્ન કરીને છનનન થઈ ગયેલ મહિલા ઝડપાઇ: એક દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીમાં રહેતા યુવાનના અમદાવાદમાં રહેતી મહિલાએ 1,00,000 રૂપિયા લઈને મૂળ રાજસ્થાનની મહિલા સાથે લગ્ન કરાવ્યા હતા જો કે, લગ્નના આઠ દિવસ પછી મહિલા કોઈને કશું કહ્યા વગર જતી રહી હતી જેથી યુવાને વિશ્વાસઘાત અને છેતરપિંડી ની ફરિયાદ કરી હતી જે ગુનામાં મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા લગ્ન કરનારા મહિલાને ઝડપી લીધેલ છે અને તેને કોર્ટમાં રજૂ કરીને તેના એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

મોરબીના વાવડી રોડ ઉપર સમજુબા સ્કૂલની બાજુમાં આવેલ સાધુ વાસવાણી કુંજ સિંધી સોસાયટી બ્લોક નંબર 58 માં રહેતા અશોકભાઈ મૂળચંદભાઈ અડવાણી (47)એ થોડા સમય પહેલા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રીતિબેન કેવલરામ વાઘવાણી તથા નિશા રામચંદ્ર હેમલાની સામે છેતરપિંડીની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, પ્રીતિબેનએ ફરિયાદી પાસેથી એક લાખ રૂપિયા લઈને નિશાબેન સાથે તેના તા 21/6/26 ના રોજ તેના લગ્ન કરાવ્યા હતા અને માત્ર આઠથી દિવસ રોકાયા બાદ નિશાબેન ઘરે કોઈને કશું કહ્યા વગર જતી રહી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદી આધારે પોલીસે બે મહિલાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી તેવામાં પીએસઆઇ વાણિયા અને તેઓની ટીમે ફરિયાદી સાથે લગ્ન કરનારા આરોપી મહિલા નિશા રામચંદ્ર હેમલાની (30) રહે. માલતીનગર જોધપુર રાજસ્થાન વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.




Latest News