મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાના સામે પાર્ક કરેલ ટ્રકમાં આગ લાગતા કેબીન બળીને ખાખ


SHARE









મોરબી નજીક કારખાના સામે પાર્ક કરેલ ટ્રકમાં આગ લાગતા કેબીન બળીને ખાખ 

મોરબી નજીકના જાંબુડીયા ગામ પાસે કારખાનાની સામેના ભાગમાં ટ્રકને પાર્ક કરીને મૂક્યો હતો તે ટ્રકની કેબીની અંદર કોઈ કારણોસર આગ લાગી હતી અને જોત જોતામાં આખી ટ્રકની કેબીન આગની જપેટમાં આવી ગઈ હોવાના કારણે આ બનાવની ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સાથે પહોંચી હતી અને ટ્રકની કેબિનમાં પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવામાં આવી હતી જો કે, આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં ટ્રકની કેબિન બળીને સંપૂર્ણ ખાખ થઈ ગઈ હતી.

મોરબીના જાંબુડીયા ગામ પાસે આવેલ સિરામિક કારખાનાની સામેના ભાગમાં ટ્રક કન્ટેનર ચાલકે પોતાનો ટ્રક પાર્ક કરીને મૂક્યો હતો જે ટ્રકની કેબીનની અંદર કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી અને ટ્રકની કેબિનમાં આગ લાગી હતી ત્યારે ડ્રાઇવર કે ક્લીનર તેની અંદર ન હોવાથી આ બનાવમાં કોઈ જાનહાનિ કે કોઈને ઈજા થયેલ નથી પરંતુ આગ લાગવાના કારણે ટ્રકની કેબીન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે વધુમાં સ્થાનિક લોકો પાસેથી મળતી વિગત પ્રમાણે આ બનાવની તાત્કાલિક મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રકની કેબિનમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે થઈને પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને કાબુમાં લેવામાં આવી હતી જોકે ટ્રકમાં લાગેલી આગ કાબુમાં આવે ત્યાં સુધીમાં ટ્રકની કેબીન બળીને ખાખ થઈ ગઈ હતી અને ફાયર વિભાગના અધિકારી સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે શોર્ટ સર્કિટના કારણે ટ્રકની કેબીનની અંદર આગ લાગી હોય તેવુ હાલમાં દેખાઇ રહ્યુ છે.




Latest News