મોરબી નજીક કારખાના સામે પાર્ક કરેલ ટ્રકમાં આગ લાગતા કેબીન બળીને ખાખ
વાંકાનેરના ઢુવા ગામ નજીક કારખાનામાં કામગીરી દરમ્યાન સીરામીક પાવડર ભરેલ થેલાઓની નીચે દબાઈ ગયેલ 4 પૈકી 1 યુવાનનું મોત
SHARE
વાંકાનેરના ઢુવા ગામ નજીક કારખાનામાં કામગીરી દરમ્યાન સીરામીક પાવડર ભરેલ થેલાઓની નીચે દબાઈ ગયેલ 4 પૈકી 1 યુવાનનું મોત
વાંકાનેરના ઢુવા ગામની સીમમાં આવેલ કારખાનાના ગોડાઉનની અંદર રહેલા સીરામીક પાવડર ભરેલ 50 કિલોના થેલાઓમાંથી મોટા બોરાની અંદર ઓર્ડર મુજબનો માલ ખાલી કરવા માટેની કામગીરી બે શ્રમિકો દ્વારા કરવામાં આવી રહી હતી દરમિયાન 50 કિલો પાવડર ભરેલ થેલાનો આખો થપ્પો તે બંને શ્રમિકો ઉપર પડ્યો હતો જેથી તેને બચાવવા માટે બીજા બે શ્રમિક ત્યાં ગયા હતા તેવામાં સિરામિક પાવડર ભરેલ થેલાનો બીજો થપ્પો તેઓની માથે પડ્યો હતો જેથી આ ચારેય શ્રમિકોને બચાવવા માટે બીજા લોકો ત્યાં દોડી આવ્યા હતા અને તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા જો કે, ચાર પૈકીના એક યુવાનનું ઘટના સ્થળે મોત નીપજયું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં આવેલ નાગમતી એન્ટરપ્રાઇઝ મીરેકલ સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા મુકેશકુમાર શિવદત્ત સંતવાર (37) અને અજીતકુમાર વિરેન્દ્રકુમાર નામના બે શ્રમિકો મીરેકલ કારખાનાના ગોડાઉનની અંદર સીરામીક પાવડરના 50 કિલોના થેલા ભરેલ થપ્પો રાખવામાં આવ્યો હતો તે થેલામાંથી ઓર્ડર મુજબ મોટા બોરામાં પાવડર ખાલી કરવા માટેનું કામ કરતા હતા તે દરમિયાન મુકેશકુમારએ થપ્પામાંથી નીચેના ભાગે રહેલ પાવડરના થેલાને ખેંચતા આખો 50 કિલો પાવડર ભરેલ થેલાઓનો થપ્પો તેઓની માથે પડ્યો હતો જેથી વજનદાર થેલાઓની નીચેના ભાગમાં મુકેશકુમાર તથા અજીતકુમાર બંને દબાઈ ગયા હતા માટે તેઓને બચાવવા કાલુભાઈ ભુરીયા તથા લખન જાટવ સહિતના ત્યાં ગયા હતા અને મુકેશકુમાર તથા અજીતકુમારને પાવડર ભરેલ થેલાઓની નીચેથી બહાર કાઢવા માટેનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે બીજો પાવડર ભરેલો વજનદાર થેલાનો થપ્પો કાલુ ભુરીયા અને લખન જાટાવ ઉપર પડ્યો હતો જેથી તે બંને પણ માટીના બોરાઓની નીચે દબાઈ ગયા હતા. ત્યારબાદ અન્ય લોકોએ ત્યાં આવીને તમામને માટીના મોટા બોરાઓની નીચેથી બહાર કાઢવા માટેની કામગીરી કરી હતી જો કે, અકસ્માતના આ બનાવમાં મુકેશકુમારનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી