મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીની નાની માધાણી શેરીમાં રહેતા યુવાને પોતાના જ ઘરમાં ન કરવાનું કરી નાખ્યું


SHARE









મોરબીની નાની માધાણી શેરીમાં રહેતા યુવાને પોતાના જ ઘરમાં ન કરવાનું કરી નાખ્યું

મોરબીમાં આવેલ નાની માધાણી શેરીમાં રહેતા યુવાને પોતે પોતાની જાતે કોઈપણ કારણોસર પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.

મોરબીમાં દરબારગઢ પાસે આવેલ નાની માધાની શેરીમાં રહેતા હરદેવભાઈ ઉર્ફે સાગર હરેશભાઈ બારડ (26) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો છે ? તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

જાહેરનામાનો ભંગ

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ રેડિયન્ટ સીરામીકની બાજુમાં લવ એન્ડ લક્ઝરી સ્પામાં એસોજીની ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં કામ કરતા કર્મચારીઓનો બાયોડેટા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવ્યો ન હતો જેથી કલેકટરના જાહેરનામાનો ભંગ કરવામાં આવતો હોય સ્પાના સંચાલક અને મેનેજર જયદીપભાઇ દિનેશભાઈ ગોહેલ (24) રહે. સીરામીક સીટી જી-2 બ્લોક નંબર 201 મોરબી મૂળ રહે ધોળકા જીલ્લો અમદાવાદ વાળાને પકડીને તેની સામે જાહેરનામા ભંગનો મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળન કાર્યવાહી હાથ ધરી હતી




Latest News