દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા
Breaking news
Morbi Today

મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનની લીધી મુલાકાત: કાયદો-વ્યવસ્થાની સ્થિતિની કરી સમીક્ષા


SHARE









મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનની લીધી મુલાકાત: કાયદો-વ્યવસ્થાની સ્થિતિની કરી સમીક્ષા

મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બને તેમજ સરકારી કચેરીઓની કામગીરી પારદર્શી અને લોકાભિમુખ રહે તેવા આશય સાથે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ટંકારા ની મુલાકાત લેવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરએ પોલીસ સ્ટેશનના તમામ રજીસ્ટર્સનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને કાયદાકીય સજ્જતા અંગે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. આ ઉપરાંત, તેમણે પોલીસ મથકમાં કાર્યરત વિવિધ વિશિષ્ટ એકમોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ફરજ પરના પોલીસ કર્મચારીઓ સાથે સીધો સંવાદ સાધીને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ. તેમજ પોલીસ ક્વાટરનું નિરીક્ષણ કર્યું હતું સમગ્ર પોલીસ સ્ટેશન પરિસરની સુરક્ષા વ્યવસ્થાની સાથે તેમણે ત્યાંની આંતરિક સ્વચ્છતાનું પણ બારીકાઈથી અવલોકન કર્યું હતું અને જરૂરી સૂચનાઓ આપી હતી.




Latest News