વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા સંચાલિત લાઈબ્રેરીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર


SHARE









મોરબી મહાપાલિકા સંચાલિત લાઈબ્રેરીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિદ્યાર્થીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો તેમજ વાંચનપ્રેમી નાગરિકોને વધુ સુવિધા મળી રહે તે હેતુથી મહાનગરપાલિકાની શ્રીમદ રાજચંદ્ર લાઈબ્રેરીના સમયગાળામાં ફેરફાર કરવામાં આવ્યો છે.

મોરબીમાં અગાઉ લાઈબ્રેરીનો સમય સવારે ૮ થી બપોરે ૧૨ સુધી અને સાંજે ૪ થી રાત્રે ૮ સુધી રાખવામાં આવ્યો હતો. જો કે, હવે વાચકોની જરૂરિયાત અને અનુકૂળતાને ધ્યાનમાં રાખીને લાઈબ્રેરીનો સુધારેલ સમય સવારે ૮ થી બપોરે ૧૨ સુધી તેમજ બપોરે ૩ થી સાંજે ૭ કલાક સુધી કરવામાં આવ્યો છે. આ સમય ફેરફારનો મુખ્ય હેતુ લાઈબ્રેરીનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓ અને નાગરિકોને તેમની અભ્યાસ તથા વાંચનની પ્રવૃત્તિ માટે વધુ અનુકૂળ સમય ઉપલબ્ધ કરાવવાનો છે. ખાસ કરીને બપોરના સમયગાળા બાદ લાઈબ્રેરીમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને સાંજના સત્રની શરૂઆત એક કલાક વહેલી કરવામાં આવી છે.




Latest News