વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના નાગડાવાસ ગામે મંદિરમાંથી માતાજીની મુર્તિ, મુગટ, છતર વિગેરે મળી 6.02 લાખના મુદામાલની ચોરી


SHARE









મોરબીના નાગડાવાસ ગામે મંદિરમાંથી માતાજીની મુર્તિ, મુગટ, છતર વિગેરે મળી 6.02 લાખના મુદામાલની ચોરી

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ નાગડાવાસ ગામે સુંદરી ભવાની માતાજીના મંદિરને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને મંદિરમાંથી ચાંદીના નાના મોટા છતર તેમજ સોનાના આભૂષણોની ચોરી કરવામાં આવેલ છે. જેથી હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ મળીને 6.02 લાખથી વધુની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ નાગડાવાસના રહેવાસી અને હાલમાં રાજકોટમાં મવડી પ્લોટ સરદાર નગર મેઈન રોડ ઉપર પટેલ બોર્ડિંગ નજીક રહેતા મૌલિકભાઈ કરસનભાઈ રાઠોડ (42)એ અજાણ્ય શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તા. 26/8 ના રાત્રીના 9:00 વાગ્યાથી લઈને તા. 27/8 ના સવારના 6:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ અજાણ્ય શખ્સ દ્વારા નાગડાવાસ ગામે આવેલ સુંદરી ભવાની માતાજીના મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું અને ત્યાં મંદિરના તાળા તોડીને મંદિરની અંદરથી માતાજીની ચાંદીની મુર્તિ તેમજ મૂર્તિ ઉપર રાખવામાં આવેલ નાના મોટી સાઈઝના ચાંદીના 4 છતર તેમજ ચાંદીના બે નાના મોટા મુગટ, સોનાની માતાજીની નથડી, સોનાનો તિલક વિગેરે મળીને 6 લાખની કિંમતના આભૂષણો તેમજ 2500 રૂપિયા રોકડા આમ કુલ મળીને 6.02 લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે તેવી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News